________________
દેવે આવું કહ્યું તેથી સૂરિવરના ચહેરા ૫૨ આનંદની લકીરો પથરાઈ ગઈ. તેમનો બોધ અપૂર્વ હતો. તેમણે કહ્યું : ચાર ગતિરૂપ સંસારમાં જીવ રખડે છે. ગાંડો માણસ ગામની ગલીમાં રખડે તેવી જીવની હાલત છે. ૧૩.
રાગના રોગથી અંધ બનેલો જીવ અનંત પાપોમાં ખેંચાઈ જાય છે. ગુરુનો ઉપદેશ પાપનો નાશ કરીને ભવનું ભ્રમણ અટકાવે છે. મારાં મનમાં એવી કોઈ જ કલ્પના નથી કે હું તારો ગુરુ છું. ૧૪.
તારાં મનમાં નમ્રતા છે, તે ઉજળા અરિહંતોની કૃપાનું પરિણામ છે. તું વનમાં પ્રકટ થયો છે. મારા સાધુઓને અને મને જે દુષ્ટ પ્રયોગ નડી રહ્યો છે તે તને જણાવવાની જરૂર છે ? તને ખબર છે બધું. ૧૫.
તું શુભ રીતે પ્રયત્ન કર. તારી એક જ ગર્જના અને તારી લાલ આંખો આ બેનાં બળે જ તું દુષ્ટદેવતાને દૂર ભગાડી શકે તેમ છે. મોટા સંકટો ભસ્મભાત્ થઈ જાય અને બધું સારું થઈ જાય તેનો લાભ તને મળશે. ૧૬.
ગુરુનાં મુખે આ વાત સાંભળીને દેવે અવધિજ્ઞાન દ્વારા હકીકત જાણી. તેણે ગુરુને કહ્યું : તમારી પર આવેલી આપત્તિનું મૂળ છે પદ્મનાભ નામના આચાર્ય. તેમણે તમને હેરાન કરવાનો સંકલ્પ કરીને ક્રૂર મંપ્રયોગ કરાવ્યો છે. એ મૂર્તિમાર્ગનો વિરોધી છે. ૧૭.
તેમણે મને જિનપૂજાનો વિરોધી બનાવ્યો હતો. પરંતુ હું તમારાં વચનોથી પૂજા કરતો થઈ ગયો. તેથી તમારી સામે જીતવા તેણે વૈરનો રસ્તો અપનાવ્યો છે. અભિમાની માણસો કોઈપણ અધમ કૃત્ય કરી શકે છે. ૧૮.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯
૧૫૭