________________
આવી સુંદર વિચારણાનાં અમૃત દ્વારા તે પવિત્ર બની ગયો. તીવ્ર પીડા પણ તેને હેરાન કરી ન શકી. તેનું શરીર લોહીના ખાબોચિયામાં પડ્યું હતું. શ્વાસ ધીમા વેગે ચાલતા હતા. બોલી શકાતું નહોતું. આંખે દેખી શકાતું નહોતું. ૨૫.
તેનું શરીર ત્રણ ટુકડામાં વિભાજીત થઈ ગયું હતું તે જોઈને તેના પ્રાણો, શરીરને છોડવા ઉત્સુક બની ગયા. પણ અત્યારે એ પ્રાણ ત્રણ ટુકડા વાળા શરીર સાથે જોડાયેલા હતા તેથી સંગના પ્રભાવે પ્રાણોને ત્રિદશ-અવસ્થા પામવાનો જ વિચાર આવ્યો. ૨૬.
અચાનક, વૃક્ષ પરથી એક પંખી ઉડ્યું. એની પાંખમાંથી એક નાનું પીછું હવામાં વહેતું થયું. એ પંખીનો કલબલાટ દૂર ચાલી ગયો. એ સમયે વનનાં વૃક્ષો પરનાં પાંદડાં સ્થિર બની ગયાં હતાં. ૨૭.
આ તરફ ગુરુભગવાન શ્રી હેમવિમલસૂરિજી મ., શ્રી આનંદવિમલ સૂરિજી મ. ને સ્મશાનમાં કરાયેલા ક્રૂર મંત્રપ્રયોગને લીધે વિપત્તિઓ નડવા લાગી. આસમાનમાં રહેલા સૂર્ય અને ચંદ્રને નબળા રાહુની તીક્ષ્ણ દાઢ શું નથી નડતી ? ૨૮.
ગુરુના શિષ્યો એક પછી એક કરતાં મતિ ભ્રષ્ટ થઈને ગાંડપણ કરવા લાગ્યા. એ આવેશમાં આવીને નાચવા લાગતા હતા. બુદ્ધિનો નાશ થઈ ગયો હોવાથી પોતાનાં વસ્ત્રોને તેઓ ફાડી નાંખતા હતા. તે જ રથી આઝંદ કરતા હતા અને આહાર-પાણીને ઢોળી દેતા હતા. ૨૯.
એક એક સાધુ ગાંડપણના બંધનમાં આવીને કેવા બની જતા હતા ? હાથમાં ઓઘો લઈને તેનું સૂતર ફાડી નાંખે. એને દૂર ફેંકી દે, ફરી હાથમાં લઈને ગૂંથવા લાગે. ફરી ફેંકી દે અને આમતેમ ભમવા લાગે. ડોળા ફાડીને જોયા કરે. લાત મારીને માટલું ફોડી નાંખે. ઠીકરા સાથે રમત કરે. આ ઠીકરા ઉપાડીને દૂર ફેંકી દે. ૩૦
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૩૯