________________
હું એકલો છું. મારા ભાઈ વગેરે કોઈ સ્વજનો મારા નથી. દરેક જીવો પોતપોતાનાં કર્મમુજબનું જીવન પામે છે. જેનાં ભાગ્યમાં જે નક્કી થયેલું હોય છે તેમાં કચારેય ફેરફાર થતો નથી. ૧૯.
જે માણસની હવેલીના ભારથી શેષનાગનું માથું દબાય છે, જેની સંપત્તિની પ્રશંસા ઇન્દ્ર કરે છે, જેની તાકાત સિંહ જેવી છે, વિદ્વાનો જેની આસપાસ નમ્રતાપૂર્વક વીંટળાયેલા રહે છે તે આજે જંગલમાં એકલો પડ્યો છે. કેવું આશ્ચર્ય ? ૨૦.
આ જગતમાંથી દરેક જીવોએ જવું જ પડે છે. શોક રાખીને મરો કે સમાધિ રાખીને મો, દુનિયા તો છોડવી જ પડે છે. ફરક એટલો કે દુ:ખી થઈને મરો તો દુર્ગતિ થાય છે અને સમાધિપૂર્વક મો તો સદ્ગતિ મળે છે. ૨૧.
મને મારવાનું પાપ જેમણે કર્યું છે તે સૌ સુખી બનજો . પોતાનાં પાપનો પસ્તાવો કરીને તેઓ નિર્મળ બનજો. ભવિષ્યમાં તેઓ સારું કામ કરવાનું શરૂ કરે ત્યારે તેમને પુરાણાં પાપોને લીધે સારાં કામમાં વિઘ્ન આવે તેવું ક્યારેય ન થજો. મારામાં બન્યું તેવું તેમનામાં ના બનજો. ૨૨.
તીર્થંકરો, સિદ્ધો, સાધુઓ અને ધર્મનો આનંદ છે, મારા પાપોનો મને રંજ છે. ૨૩.
શરણાગત બનું છું. મારાં પુણ્યોનો મને
મારાં મનમાં નવકારના અક્ષરો ઘૂંટાયા કરે. મારાં ચિત્તમાં શત્રુંજયનું સ્મરણ ચાલ્યા કરે. મારી આંખોમાં એકવાર આદિનાથ દાદાનું અવતરણ થાય અને પવિત્ર રાયણવૃક્ષ મનસમક્ષ ઉપસ્થિત થાય તેવી મારી ભાવના છે. ૨૪.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૩૭