________________
શ્રીહેમવિમલસૂરિજી મ. અને શ્રી આનંદવિમલસૂરિજી મ.ને તેણે પોતાના ગુરુપદે સ્થાપ્યા. જીવનનાં તમામ પાપો તેણે ગુરુને જણાવી દીધા. આત્મશુદ્ધિ કરવી હોય તો પાપની ગહ તો કરવી જ પડે. ૩૧.
તેમને ગુરુનાં મુખે શત્રુંજયમાહાભ્યનું શ્રવણ કરવા મળ્યું. તે વિચારવા લાગ્યા : સાધુની આશાતનાનું ભયાનક પાપ મેં કર્યું છે. હું અનંત સંસારી છું. ૩૨.
અજ્ઞાનવશ પાપ થયું હોય તો શુદ્ધિ સંભવે. જાણી જોઈને પાપ કર્યું હોય તેની તો કોઈ આલોચના પણ ના હોઈ શકે. પૂર્વે ભગવાન અને ગુરુમાં મને કોઈ સદ્દભાવ નહોતો રહ્યો. મારું એ પાપ મને નરકમાં લઈ જશે. ૩૩.
જો કે આજે હું દેવની પૂજા કરું છું, ગુરુની સ્તવના કરું છું. પણ તેનાથી જૂના પાપો દૂર થવાના નથી. બેફામ રીતે માંસ ખાઈ લીધા બાદ ઉપવાસ કરો તો કંઈ માંસાહારનું પાપ ભૂંસાઈ જતું નથી. ૩૪.
કર્મોને મૂળથી નષ્ટ કરવા માટે મારે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવી જોઈએ. કેમ કે બીજા સ્થાનોમાં કરેલાં ઉગ્ર પાપો તીર્થસ્થાનોમાં રહેવાથી નાશ પામતાં હોય છે. ૩૫.
હું કાર્તિકી પૂનમે એકલો યાત્રા કરવા નીકળીશ. ખુલ્લા પગે. ચાલતા ચાલતા. જ્યાર સુધી પુરાણા પાપો નાશ પામતાં નથી ત્યાર સુધી હું આહારનો ત્યાગ રાખીશ તે ઉત્તમ ગણાશે. ૩૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭.
૧૨૩