________________
ભગવાને ફરમાવેલા હોવાથી ભગવાનના પુત્ર સમાન એવા સાતનય દ્વારા ગુરુએ ઉપદેશ આપ્યો, શ્રેષ્ઠી પોતાના હાથમાં પાણી લઈને પૂજા કરતા નહોતા તે બદલ તેમને સાચી સમજણ આપી. બોધ પામીને શ્રેષ્ઠી નમ્ર બન્યા. અને શ્રેષ્ઠીનાં ઘરમાંથી ક્લેશની વિદાય થઈ ગઈ. એ મુનિવરને રત્ન અને માટી પ્રત્યે સમાન ભાવ હતો. ૪૩.
ગુરુની પ્રેરણાથી શ્રેષ્ઠીએ જયણાપૂર્વક મૂર્તિપૂજા કરવાનો નિયમ લીધો. હાથી જેવી ગતિથી ગુરુ વિહાર કરી ગયા. હવે શ્રેષ્ઠી રોજ ઘરમંદિરમાં પૂજા કરવા લાગ્યો. ૪૪.
‘મૂર્તિ તો મંગલનો અવતાર છે. લોકો તેને પથ્થર માને તે ઠીક નહીં.” આવું વિચારીને શ્રેષ્ઠી ઘણાં બધાં ફૂલોની આંગી કરીને મૂર્તિની પૂજા કરતા હતા. તેમને પૂજા કરતા જોઈને તેમની માતા અને પત્નીને અનહદ આનંદ થયો. પૂજા કરવાથી પુણ્ય વધે છે તે સાક્ષાત સિદ્ધ બાબત છે. ૪૫.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭.
૧૧૧