________________
પૂજાની પ્રવૃત્તિમાં જયણાને જાળવવા દ્વારા વિરાધનાથી બચી શકાય છે. જે થોડી ઘણી વિરાધના પૂજામાં છે તે કૂવો ખોદનારી વ્યક્તિને લાગતી તરસ જેવી છે. કૂવો ખોદનાર પસીને રેબઝેબ થઈ જાય છે, થાકી જાય છે પરંતુ ઊંડી જમીનમાંથી પાણી નીકળે એટલે એ થાક - ગાયબ થઈ જાય છે અને તેની તરસ શાંત થઈ જાય છે તે રીતે પૂજા કરતી વખતે સ્વરૂપ હિંસા થાય છે પરંતુ પૂજા દ્વારા થનારી આત્મશુદ્ધિને કારણે તે વિરાધનાનું પાપ દૂર થઈ જાય છે. સિંહ, હરણ જેવા પશુઓને ભગાડી દે છે એ જ રીતે પૂજાજનિત આનંદ, પ્રવૃત્તિજનિત પાપને ભગાવી દે છે. ૩૧.
તારી બુદ્ધિ તો બૃહસ્પતિને પણ હરાવી દે તેવી છે. મારા શબ્દોનો ઉત્તમ ભાવ તું સમજી લે, ખોટા માર્ગનો ત્યાગ કરીને સાચા માર્ગનો સ્વીકાર કરી લે, અને હવે ભગવાન પાસે જા અને પૂજા કર. ૩૨.
ગુરુની વાણી સાંભળીને શ્રેષ્ઠીના બધા જ સંશયો દૂર થઈ ગયા. પરોઢનું અજવાળું કુદરતી રીતે જ અંધકારને દૂર કરતું હોય છે. ૩૩.
શ્રેષ્ઠીએ કહ્યું : તમારી વાત સાંભળીને મારા હૃદયે પૂર્વગ્રહનો ત્યાગ કર્યો છે. અત્યાર સુધી મંદબુદ્ધિવાળો હું સતત અભિમાનમાં રહ્યો અને ગુણોને ગુમાવતો રહ્યો. ૩૪.
મે મારી કરુણામયી માતાને દુઃખ આપ્યું. મારી પત્નીની ઉત્તમ વાતોનો વિરોધ કર્યો છે. લેશમય મન રાખીને મેં બધું જ ગુમાવ્યું છે અને સંસાર વધાર્યો છે. ૩૫.
હે ગુરુદેવ ! વિધાતાએ મારી સાથે કેવી છલના કરી ? હું અગાધ અંધકારમાં ડૂબી ગયો અને હાથમાં આગ લઈને મેં સ્મશાનમાં સાધના કરી રહેલા સાધુનું મુખ પણ બાળ્યું.
૩૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬
૧૦૭