________________
હું તમારી સમક્ષ જે કાંઈ પણ કહું છું તે મારું સમર્પણ જ છે તેવું આપ માનજો. હું કુતર્કોથી મુક્ત બનવા માટે બોલું છું. હું કોઈ અભિમાનને વચ્ચે લાવી રહ્યો નથી. ૧૯.
પૂજામાં પાણી, વનસ્પતિ અને ફૂલની વિરાધના થાય છે. ગુણવાન આવી પૂજા ન કરી શકે, અહિંસાનું પાલન કરવા માટે જ સાધુભગવંતો ષટ્કાયની વિરાધનાનો પરિહાર કરે છે. ૨૦.
રસોઈ બનાવવામાં જેવી વિરાધના છે તેવી જ વિરાધના પૂજા કરવામાં છે. વિરાધનાથી બચવાનો માર્ગ, વ્રતનું પાલન છે તેવું શાસ્ત્રનો બોધ પામ્યા પછી સમજાય છે. ૨૧.
આપે પાંચ મહાવ્રતોનું પાલન કરીને અભયદાનનો સ્વીકાર કર્યો છે. હું પ્રભુની પૂજાથી દૂર થઈ ગયો છું પરંતુ મારે તમારા સંગમાં રહેવું છે. આપનામાં સંઘર્ષનો લેશ પણ નથી. ૨૨.
મારાં આ અયોગ્ય વચનોને આપે સાંભળ્યા. આપ જરૂ૨ વિષ ગળી જનારા નીલકંઠ શંકર જેવા છો. આપ કરુણાના અવતાર છે. આપ મારાં હૃદયના આરાધ્ય બન્યા છો. હવે આપ મારી માટે જે યોગ્ય લાગે તે કરો. ૨૩.
આવું શ્રેષ્ઠીએ કહ્યું તે પછી ગુરુએ કહ્યું : હું મારી ઇચ્છા મુજબ વાર્તા કહી રહ્યો નથી. જે કહું છું તે ભગવાને જીવતેજીવત, પર્ષદામાં કહેલી વાત છે. ૨૪.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૬
૧૦૩