________________
તે ઘરેથી નીકળ્યા. કોઈ ઉત્સુકતા નહોતી તેમનામાં. છતાં મનમાં પસ્તાવો હતો તેથી ઝડપ મેળવીને ચાલવા લાગ્યા. તેમણે પગમાં ચંપલ ધારણ કર્યા નહોતા. મહાનગરીના મુખ્યમાર્ગ પરથી તે થાકી ગયેલા સિંહની જેમ પસાર થયા. ૪૩.
દુકાનો અને ઘરો અને ચૌરાહાઓ પસાર કરીને તે ઉપાશ્રય પાસે પહોંચ્યા. દરવાજે ઊભા રહીને તેમણે શ્રી હેમવિમલસૂરિજી મ.ને જોયા. તે પાપોની મલીનતા દૂર કરવા માટે જળવર્ષા સમાન દેખાતા હતા. ૪૪.
ધર્મશાસ્ત્રોને અનુસા૨ના૨ી વાણીની રજૂઆત કરવાનું તેમનામાં સામર્થ્ય હતું. સભાજનોને તે અત્યંત આનંદ આપી રહ્યા હતા. તેમના દ્વારા વૈરાગ્યભાવ જાગ્રત થતો હતો. સાધુમંડલની વચ્ચે તે ચન્દ્રમાની જેમ દીપતા હતા. આચાર્યોમાં તે શ્રેષ્ઠ હતા. સમાધિનું તે ધામ હતા. અને તે પ્રભુશાસનના મર્મજ્ઞ હતા. ૪૫.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૬
૯૫