________________
ત્યાં જઈને ફરીથી સાધુની માફી માંગું ?' તેવો વિચાર તેમને આવતો રહ્યો. સાથોસાથ - એમને ત્યાં જતાં શરમ લાગી. એટલે તે જઈ પણ ન શકવા અને રહી પણ ન શક્યા. ૩૭.
સળગી રહેલા સાધુને જોવાનું પાપ કરનારી આંખને નિદ્રાએ સાથ ન આપ્યો. પોતાનાં ઘોકૃત્યને લીધે તે મનોમન વેદના અનુભવતા રહ્યા. એમની શક્તિ ગળી ગઈ હતી. એમની શાંતિ નાશ પામી ગઈ હતી. ૩૮.
ઘોર અંધકારને લીધે દિશા સૂઝતી ન હતી. ઉજ્જૈની નગરી જાણે યમુનાનાં પાણીમાં ગરક થઈ ગઈ હતી. તેમનાં ઘ૨ ૫૨ જાણે સ્મશાનની કાળી રાખ પથરાઈ ગઈ હતી. અને સાપે ઝેરીલો ડંખ માર્યો હોય તે રીતે તેમનું શરીર જડ બની ગયું હતું. ૩૯.
કિયા પર આંસુઓની ધારાની રેખા અંકાઈ ગઈ. પસીનાની ભીનાશથી પથારી ચીકણી થઈ ગઈ. લાંબા નિસાસાને લીધે મોઢું શ્યામ થઈ ગયું. મહામહેનતે તેમણે રાત પૂરી કરી. ૪૦.
સવારે ઉઠીને તેમણે નિત્યકર્મો પતાવ્યા. તે બોલતા નહોતા. તેમનામાં સ્ફૂર્તિ ન હતી. તેમનામાં ઉત્સાહ નહોતો. અધ્યાત્મની સાધના કરનારા સાધુની જેમ જ તેમને ભાન નહોતું કે મે શું ખાધું, શું પીધું અને શું પહેર્યું.' ૪૧.
એમની નજ૨ ન પત્ની પર પડી, ન માતા ૫૨. એમણે નોકરોને કોઈ આદેશ ન કર્યો. વાળ સજાવવા અરીસામાં મોઢું પણ ન જોયું તેમણે. જાણે કે માણેકચંદજી વિરાગી બની ગયા
હતા. ૪૨.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૫
૯૩