________________
પોતાના હાથની પાંચ આંગળીઓ તેમણે પોતાના કાન પર દબાવી. તેમના શ્વાસ ધ્રુજી ઉઠ્યા. પોતાની પ્રવૃત્તિથી તે ગભરાઈ ઉઠ્યા. આગથી દાઝુયા હોય તે રીતે એમનું મોટું શ્યામ થઈ ગયું. તેમણે ભાંગ્યાતૂટ્યા અક્ષરે કાંઈક બોલવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમની જીભ અટકી ગઈ હતી. ૩૧.
તે કાંઈક બોલ્યા તો ખરા, પણ તેમને ઉત્તર ના મળ્યો. પોતાનું બોલવાનું નિરર્થક છે તેવું તેમને સમજાયું. તેમને પાપનો પસ્તાવો થયો. ચિતા પરના અંગારા આપમેળે ઠરી જાય તેમ તેમની વાણી ઠરી ગઈ. તે શ્વાસ લઈ રહેલા મડદાની જેમ જડ બનીને ઊભા રહ્યા. ૩ ૨.
પોતાના આંખમાંથી સરતા આંસુઓ જેવા ખરતા તારાઓને આસમાનમાં તેમણે જોયાં. પોતાનાં પુણ્યનો નાશ થયો છે તેવું એમને સમજાયું. પોતે પાપો બાંધી લીધા છે તેવું પણ એમને સમજાયું. તે પાછા ચાલ્યા. ૩૩.
મેં સાધુને સંતાપ આપ્યો છે તેવું યાદ કરીને વારંવાર પોતાની જાતને ઠપકો આપતા આપતા તે ચાલ્યા. ડોક વાળીને તે અંધારી રાતમાં મુનિને જોવા મળ્યા. પછી મુનિનો ડર લાગ્યો હોય કે પાપનો ડર લાગ્યો હોય તે રીતે ભાગતા ભાગતા ઘરે આવી ગયા. ૩૪.
ચિંતાને લીધે તેમનાં માથાના વાળ ધોળા થઈ ગયા. અગાસીમાં તે આવ્યા તો હવાને લીધે પણ તેમને ગરમી લાગવા માંડી. પોતાની આંખ સામે સતત દેખાતું સાધુનું સળગી રહેલું સુખ તે ભૂંસી શકતા નહોતા. ૩૫.
પથારીમાં સૂતા સૂતાં તે પોતાના કપાળ પર હાથ કૂટતા રહ્યા. પથારીની ઇસ પર માથું અફાળતા રહ્યા. તેમને ઊંઘ પણ ન આવી, પાપન કાદવથી ખરડાયેલાને ઊંઘ આવે જ શી રીતે ? ૩૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫