________________
આ રીતે આવેશપૂર્ણ વિચાર કરીને શ્રેષ્ઠીએ હાથમાં સળગતું કાષ્ટ લીધું. સાધુના ચહેરા પર તેનાથી ઉજાસ પથરાયો. સાધુ નિર્ભય હતા. એ વધુ નજીક આવ્યા. ૧૯.
નીચ માણસની જેમ, સાધુના નાકની સમક્ષ એમણે આગની જવાળા ધરી, મુનિનાં દર્શનથી એ આગની જવાળાઓ નૃત્ય કરવા લાગી. પરંતુ આંખે રોષનો અંધાપો હોવાથી તેમને સ્મશાનની આગનો આનંદ દેખાયો નહીં. ૨૦.
આગનું તેજ ક્યાં ક્યાં ફેલાયું હતું ? મુખ પર. ભૂલતા પર, ગાલ પર, હોઠો પર. કાનમાં. બંધ આંખો પર. મુનિનાં પવિત્ર શરીરની નજીક આવીને આગ પવિત્ર બની તેથી અગ્નિના પર્યાયવાચી બે શબ્દો વિ અને વિક્ર સાર્થક બન્યા. ૨૧.
સાધુને આગની પીડા નડવી ન જોઈએ તેવું જલદેવતાએ વિચાર્યું અને મુનિના કપાળ પર જલદેવતાએ પસીનાની ધારાનું નિર્માણ કર્યું. અગ્નિદેવતાએ જલદેવતાના એક એક બિન્દુને નમસ્કાર કર્યા. ૨૨.
ચન્દ્ર વિનાની રાત હતી. આગથી દેદીપ્યમાન બનેલો મુનિના ચહેરા સૂરજ બનીને રાતને અજવાળવા લાગ્યો. પરંતુ પાસે ઊભેલા શ્રેષ્ઠી રાહ જેવા હતા. તેમને આ તેજ ન ગમ્યું. ૨૩.
તેમને સાધુનાં સમતાભર્યા મુખ પર સ્વાર્થ દેખાતો હતો, સાધુની સમાધિભરી આંખોમાં દંભ દેખાતો હતો, પ્રસન્ન સ્મિતરેખા ધરાવતા હોઠો પર વાણીની રમત દેખાતી હતી. અજ્ઞાનને કારણે તે અધીર બની ગયા. ૨૪.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫