________________
હું ગમે તેમ બોલું તેનો પણ અર્થ નથી. તું જ જાતે વિચાર. તારે તર્ક લડાવવા હોય તો શ્રીહેમવિમલસૂરિજી પાસે જા. ૪૯.
સોનાની પરીક્ષા કરીને પછી જ ખરીદાય તે રીતે ગુરુની પણ પહેલા પરીક્ષા કરવી જોઈએ. કોઈ પણ દોષની ઉપેક્ષા ન કરવી. એમ લાગે કે ગુરુ ઉત્તમતા ધરાવે છે તે પછી જ તેમની સમક્ષ સમર્પિત થવું. ૫૦.
માતાએ બોલવાનું પૂરું કર્યું. દીકરાએ મસ્તક ઝૂકાવીને માતાની વાતનો સ્વીકાર કર્યો. શ્રીહેમવિમલસૂરિજી મ.ને મળવાની ઇચ્છા વ્યક્ત કરીને તેણે માતાનો સંપૂર્ણ વિનય જાળવ્યો. ૫૧.
તે પોતાનાં કુટુંબને પોતાનાથી અભિન્ન ગણતો હતો, તો પોતાના પૂજાવિરોધી નિર્ણયને પણ આત્મા તરીકે સ્વીકારતો હતો. રાતનું કામ આવું જ હોય છે. રાત તારાને પણ પોતાના ગણે અને અંધકારને પણ પોતાનું માને. ૫૨.
માતાને અને પત્નીને દૂધની જેમ ઘી-ની બાધા છે અને એ બાધા ક્યારે પૂરી થશે તે નક્કી નથી તે જાણીને આ શ્રેષ્ઠી ઉદાસ બની ગયો. ૫૩.
લાંબા વાર્તાલાપને કારણે તે સૌ થાકી ગયા હતા. સૂરજ પશ્ચિમ તરફ ઢળ્યો અને સુંદ૨ મજાની હવેલીને સોનેરી રંગે રંગવા લાગ્યો તેને કારણે તે સૌ આરામ જેવો અનુભવ પામ્યા.
સાહજીક રીતે સુંદર એવી ક્ષિપ્રાનદીને અડીને આવી રહેલી ધીમી અને માદક હવા સાથે ઠંડક ઘરમાં પ્રવેશી અને તેમની ચર્ચા પર પડદો પડ્યો. ૫૪.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૫
૭૯