________________
૯૪
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ સ્તંભો ઇત્યાદિ યુક્ત વસતિ મળે. બીજાને જીર્ણ વિશીર્ણ, ભગ્ન, કટક, હુંકા આદિથી સંવૃત્ત દ્વારોમાં તૃણ, કચરો, તુષ, ઉંદર, ઉકરડો, ધૂળ, રાખ, મૂત્ર, મળ આદિથી સંકીર્ણ, શાન, નોળીયા, બિલાડાના મૂત્રાદિની દુર્ગધયુકત વસતિ પ્રાપ્ત થાય. મને આવી કે તેવી શય્યા મળવાથી શો હર્ષ કે વિષાદ કરવાનો હોય ? મારે તો ધર્મના નિર્વાહ માટે વિવિકતત્વ જ આશ્રયની અન્વેષણા કરવાની હોય. બીજાથી શું? આવા પ્રકારે કલ્યાણ કે પાપક આશ્રયમાં સુખ કે દુખને સહન કરે. પ્રતિમા કલ્પને આશ્રીને એક રાત્રિ અને સ્થવિરકલ્પને આસ્ત્રીને કેટલીક સમિએ - અહોરાત્ર જાણવા.
અહીં નિર્વેદ દ્વાર છે. અહીં “અદુa na” એ સૂત્ર અવયવ અર્થથી સ્પર્શનું ઉદાહરણ નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૮, ૧૦૯ + વિવેચન - આ બંને નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર વૃદ્ધસંપ્રદાયથી કહે છે.
કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ હતો. તેને બે પુત્રો હતા. - સોમદત્ત અને સોમદેવ. તે બંને કામભોગથી નિર્વિર્ણ થઈને પ્રવજિત થયા. સોમભૂત અણગારના શિષ્ય થયા. બંને બહુશ્રુત અને બહુઆગમ થયા. તે બંને કોઈ દિવસે સંજ્ઞાતપલ્લીમાં આવ્યા. તેમના માતા-પિતા ઉજૈનીમાં ગયા. તે દેશમાં બ્રાહ્મણો વિકટ પાણી પીતા હતા. તેઓએ તેમાં અન્ય દ્રવ્ય મેળવીને બંનેને આપ્યું. કેટલાક કહે છે - વિકટ જ અજાણતાં આપ્યું. તે બંનેએ પણ તેને વિશેષથી ન જાણતાં પીધું. પછી પીડાવા લાગ્યા. તે બંનેને થયું કે આપણે ખોટું કર્યું. આ પ્રમાદ છે. આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરવું જ શ્રેષ્ઠ છે. તે બંનેએ એક નદીના કાંઠે, તેના કાષ્ઠની ઉપર પાદપોપગત અનશને રહ્યા.
ત્યાં અકાળે વષ થઈ, પૂર આવ્યું. જળ વડે વહન કરાતા સમુદ્રમાં લઈ જવાયા તે બંને તેને સમ્યફતયા સહન કર્યું. આયુષ્ય હતું તે પાળીને શય્યા પરીષહ સહન કર્યો, આ પ્રમાણે સમ કે વિષમ શવ્યાને સહન કરવી.
શય્યામાં રહેલ ને તે ઉદ્ધવ પરત્વે ઉદાસીન રહેવા છતાં તે શય્યાતર કે બીજા દ્વારા ક્યારેક આક્રોશ પરીષહ સન્ન કરવો પડે, તે કહે છે.
• સૂત્ર - ૩, ૪
જે કોઈ સાધુને રાસ ક્ય, તો તે તેમના પ્રત્યે ક્રોધ ન # કોળી, આશાની સદેશ હોય છે. તેથી સાધુને તેમાં સંજ્વલિત ન થવું. દારુણ ગ્રામકંટક જેવી પુરતી કઠોર ભાષા સાંભળી, સાધુ મૌન રહે, ઉપેક્ષા કરે, પણ તેને મનમાં ન લાવે (ન ગણકારે.).
• વિવેચન - ૩, ૪
આક્રોશ – તિરસ્કાર કરે, કોણ ? ધર્મની અપેક્ષાએ ધર્મબાહા કે આત્મવ્યતિરિકત. કોને ? સાધુને. જેમકે - હે મુંડ ! તને ધિક્કાર છે. તું અહીં કેમ આવેલો છે ? તે વચનથી વિપરીત ભાવ ન પામે કે સામો આક્રોશ કરીને સળગે નહીં. તેની નિયતના અર્થે દેહ દાહ લૌહિત્ય પ્રતિ આક્રોશના અભિધાતાદિ વડે અગ્નિવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org