________________
૨૨૭૩, ૭૪
દીપ્ત ન થાય. સંજ્વલન કોપ પણ ન કરે. અહીં શું ઉપદેશ કરે છે, તે કહે છે - સંજ્વલનથી અજ્ઞાની સમાન થાય. જેમ કોઈ ક્ષપક - તપસ્વી, તેના ગુણને કારણે દેવતા આવર્જિત થતાં સતત વંદન પામતો હતો. દેવતા કહેતા કે મને કાર્ય જણાવો. કોઈ દિવસે એક
બ્રાહ્મણ સાથે યુદ્ધ થયું, તેણે બળથી ક્ષુક્ષામ શરીરી સાધુને જમીન ઉપર પાડી દીધા. રાત્રિના દેવતા વંદનાર્થે આવ્યા. ક્ષપક મૌન રહ્યો. ત્યારે તે દેવતાએ પૂછ્યું - ભગવન્! મારો શો અપરાધ છે ? મુનિએ કહ્યું - તેં મારા અપકારી તે દુરાત્માને કંઈ ન કર્યું. દેવીએ કહ્યું કે ત્યારે મને આમાં શ્રમણ કોણ છે ? અને બ્રાહ્મણ કોણ છે ? એવો તફાવત ન દેખાયો. કોપના આવેશથી તો બંને સમાન લાગતા હતા. એ રીતે ક્ષપકને પ્રેરણા મળી. આ રીતે તે ભિક્ષુની જેમ સંજ્વલિત ન થવું.
તો શું કરવું ? કર્કશ વાણી સાંભળીને મંદસત્ત્વ વાળાને સંયમ વિષયમાં ધૃતિ રહેતી નથી, તે દારુણા, ઇંદ્રિયગ્રામ, તેના કાંટા જેવા ગ્રામસ્કંટક - પ્રતિકૂળ શબ્દાદિ, કંટકત્વ આ દુઃખોપાદકત્વી અને મુક્તિમાર્ગ પ્રવૃત્તિમાં વિઘ્નહેતુપણાથી, તેના એકદેશત્વથી કઠોર ભાષા પણ તે પ્રમાણે કહી છે. તૃષ્ણીશીલ - કોપથી પ્રતિ પરુષભાષી ન બને, આ પ્રમાણે ગ્રામસ્કંટક અને આક્રોશ પ્રહારને સહન કરે. એ પ્રમાણે ભાવના કરતા કઠોર ભાષા બોલનારની ઉપેક્ષા કરે. તે બોલનાર પ્રત્યે મનમાં પણ દ્વેષ ન કરે. હવે મુદ્ગુરદ્વારની વ્યાખ્યા કરવા ઉદાહરણ કહે છે . • નિયુક્તિ - ૧૧૦ + વિવેચન -
આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે
રાજગૃહ નગરે અર્જુન નામે માળી હતો. તેને સ્કંદશ્રી નામે પત્ની હતી. તે રાજગૃહનગરની બહાર મુદ્ગરપાણી નામે યક્ષ હતો, તે અર્જુનનો કુળદેવતા હતો. તે માળીના બગીયાના માર્ગમાં યક્ષ હતો. કોઈ દિવસે સ્કંદશ્રી ભોજન લઈને તેના પતિને દેવા ગઈ. અગ્ર પુષ્પો લઈને ઘેર જતી હતી. ત્યારે તે મુદ્ગરપાણી યક્ષ ગૃહમાં રહેલ દુર્લલિતા ગોષ્ઠીના છ જણાએ જોઈ. તેઓ બોલ્યા કે આ આર્જુન માળીની પત્ની અપ્રતિરૂપ છે, આને પકડી લો. તેઓ વડે સ્કંદશ્રીને પકડી લેવાઈ, છએ જણાએ તે યક્ષની સન્મુખ ભોગો ભોગવ્યા. તે માળી પણ નિત્યકાળે જ ત્યાં આગળ સુંદર પુષ્પો વડે યક્ષને પૂજતો હતો. તે પૂજા કરવાની ઇચ્છાથી ત્યાં આવે છે.
-
૫
4
સ્કંદશ્રીએ કહ્યું - આ માળી આવે છે, તો તમે મને કઈ રીતે વિસર્જિત કરશો ? તેઓએ જાણ્યું કે આ સ્ત્રીને પણ ભોગો ગમે છે. એ જણાએ કહ્યું - માલાકારને બાંધી લઈશું. તેઓએ અવકોટક બંધનથી અર્જુનને બાંધ્યો, યક્ષની અાગળ તેને બાંધીને ત્યાં જ તેની પત્નીને ભોગવે છે. સ્કંદથી તેના પતિની મોહોત્પાદક સ્ત્રી શબ્દો
કહે છે. પછી તે માળી વિચારે છે કે - હું આ યક્ષને નિત્યકાળ જ શ્રેષ્ઠ અગ્ર પુષ્પો વડે અર્ચના કરું છું. તો પણ હું તેની આગળ આ પ્રમાણે જ દુઃખી થાઉં છું. જો અહીં કોઈ યક્ષ હોત તો હું આવો દુઃખી ન થાય. આ કાષ્ઠ જ છે, અહીં કોઈ મુદ્ગરપાણિ યક્ષ
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org