________________
ઉત્તરાધ્યાન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
(૧) કાયકૌત્કચ્ય - જેમાં સ્વંય - પોતે હાસ્ય વિના જ ભ્રમર, નયન, વનાદિના વિકારો કરે છે, જેથી બીજાને હસવું આવે. - * - *
૨૨૦
(૨) વાક્ કૌચ્ય - એવી રીતે બોલે કે જેનાથી બીજાને હસવું આવે છે તથા વિવિધ જીવોના અવાજો કાઢીને મુખ વડે આતોધાદિને વગાડે છે, તે વાક્ કૌત્કચ્ય કહેવાય -
* * * * *
આવા કંદર્પ અને કૌત્કચ્યને કરે છે.
શીલ - જે પ્રકારે બીજાને વિસ્મય ઉપજાવે છે, ફળ નિરપેક્ષ એવી વૃત્તિ સ્વભાવ - બીજાના વિસ્મય ઉત્પાદન અભિસંધિ વડે જ તે તે મુખ વિકારાદિ કરવા, હસ્તા - અટ્ટહાસ્યાદિ કરવા. વિકથા - બીજાને વિસ્મય પમાડે તેવા વિવિધ ઉલ્લાપો ફરવા.
ઉક્ત શીલ આદિ વડે વિસ્મય યુક્ત બીજાને કરવા તે કંદર્પના યોગથી કંદર્પો છે, તેનાથી આ કાંદર્ષી ભાવના કહી છે. અથવા તેના ભાવ અભ્યાસરૂપ આત્માને કહે છે. આ જ પ્રમાણે આગળની ભાવના પણ ભાવવી.
-
મંત્ર – પૂર્વે કહેલ છે, તેનો યોગ - વ્યાપારણ, તે મંત્રયોગને કરીને અથવા મંત્ર અને યોગ - તથાવિધ દ્રવ્યના સંબંધથી મંત્રયોગ તેને કરીને અર્થાત્ તેમાં પ્રવૃત્ત થઈને
વર્તવું.
ભૂતિ – ભસ્મ, રાખ, માટી સંબંધી કર્મ - વસતિ આદિની રક્ષાર્થે તેનું પરિવેષ્ટન કરવું તે ભૂતિ કર્મ. .
- X - X* X -
શા માટે આ મંત્ર યોગ કે ભૂતિ કર્મ આદિ કરે ? તે કહે છે -
સાતા - સુખને માટે, રસ - માધુર્ય આદિને માટે, ઋદ્ધિ - ઉપકરણ આદિ સંપત્તિને માટે અર્થાત્ તે - તે હેતુ કે નિમિત્તથી કરે.
અભિયોગ - તેને આભિયોગી ભાવના કહે છે, તેમ કહેવું. આમ કહીને સૂત્રકાર એવું જણાવે છે કે જે નિઃસ્પૃહતાથી અપવાદ રૂપે ક્વચિત કરે તો ગુણને માટે અર્થાત્ અદોષને માટે છે. - * - X -
જ્ઞાનની - શ્રુતજ્ઞાનની, કેવલી - કેવળજ્ઞાન પામેલાની, ધર્મનો ઉપદેશ દેનારની, આચાર્યની, સંઘની, સર્વે સાધુઓની નિંદા અર્થાત્ જે અવર્ણવાદ કે અશ્લાધા કરે છે. * * * - * - કેવી રીતે?
શ્રુત જ્ઞાનની - જેમકે આ શું વારંવાર વ્રતની અને અપ્રમાદની આદિ વાત કહે છે, મોક્ષાધિકારીને વળી જ્યોતિષાદિથી શું ?
કૈવલીની - જેમકે, આ જ્ઞાનદર્શન ઉપયોગ અનુક્રમે શા માટે, બંને ભેગા વર્તતા હોય તો શું વાંધો ? ઇચ્યાદિ. - X-X
ધર્માચાર્યની - ઘણાં કાગળા કુતરાના પણસંઘો હોય જ છે ને, તો આ સંઘ વળી કઈ વિશેષતાવાળો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org