________________
૩૬/૧૭૨૫
૨૧૯
અર્થાત્ શ્રુતમાં વિશિષ્ટ જ્ઞાન - સમજણવાળા તે બહુ આગમ વિજ્ઞાના કહેવાય. સમાધિ ઉક્ત રૂપ, તેના ઉત્પાદક હોય. દેશ અને કાળ આદિ અતિશયતાથી સમાધિને જ મધુર, ગંભીર, ભણિતિ આદિ વડે આલોચનાદાતાને સમાધિ ઉપજાવે,
ગુણગ્રાહી - ઉપબૃહણાર્થે બીજાને સમ્યગ્દર્શનાદિ ગુણને ગ્રહણ કરાવનારા. એ રીતે બાગમ વિજ્ઞાનત્વ આદિ હેતુઓ વડે આચાર્યાદિ યોગ્ય થાય છે. - ૪ - ૪ - આ જ આલોચના અને શ્રવણનું ફળ બીજાને વિશુદ્ધિરૂપ સંપાદિત કરવામાં ઇષ્ટ થાય છે. શેષ પૂર્વવત્ જાણવું.
આ અનશન સ્થિતે જે કૃત્ય કરવા યોગ્ય છે, તેને પ્રસંગે બતાવીને હવે કંદર્પાદિ ભાવનાનો જે પરિહાર કરવાનું કહ્યું, તેમાં જે કરવાથી તે થાય છે, તેના પરિહાર વડે જ તેમાં પરિહાર થાય. અજ્ઞાતને આ ન થાય, તેમ જણાવવા માટે કહે છે♦ સૂત્ર ૧૭૨૬ થી ૧૭૩૦ *
(૧૭૨૬) જે કંદર્પ અને કૌલુચ્ચ કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું.
-
(૧૩૨૭) જે સુખ, ધૃનાદિ સ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિ ક્રર્મનો પ્રયોગ કરે છે. તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું.
(૧૭૨૮) જે જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની નિંદા - અવર્ણવાદ કરે છે, તે માયાવી ફિલ્મિર્ષિકી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું.
(૧૭૨૯) જે નિરંતર ક્રોધને વધારતો રહે છે અને નિમિત્ત વિધાનો પ્રયોગ કરે છે, તે આસુરી ભાવનાનું આચરણ કરે છે.
(૧૭૩૦) જે સત્રથી વિષભક્ષણથી અથવા અગ્નિમાં બળીને અથવા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધુ આયારથી વિરુદ્ધ ભાંડ ઉપકરણ રાખે છે, તે અનેક જન્મો - મરણોનું બંધન કરે છે.
• વિવેચન - ૧૭૨૬ થી ૧૭૩૦ -
(અહીં સૂત્રનો અર્થ તો સ્પષ્ટ કહેલો જ છે. વળી વૃત્તિમાં અર્થની વ્યાખ્યા સાથે સાક્ષીપાઠોનું પણ પ્રાબલ્ય વર્તાઈ રહેલું છે, તેથી અમે વૃત્તિને અક્ષરશઃ અનુસરવાને બદલે તેમાંની કેટલીક વસ્તુ કે શબ્દાર્થ - વ્યાખ્યાને જ માત્ર પ્રાધાન્ય આપીને આ પાંચ સૂત્રનું વિવેચન કરી રહ્યા છીએ.) કન્દ - અટ્ટહાસ્ય, અનિભૃત, બકવાદ, ગુરુ આદિ સાથે પણ નિષ્ઠુર વક્રોક્તિરૂપ અને કામ કથાનો ઉપદેશ કે કામ કથાની પ્રશંસા કરવી, તે કંદર્પ કહેવાય છે.
• - - *
ગૅૌત્કચ્ય - આ કૌંસ્ક્રુચ્ય પણ બે ભેદે જણાવેલ છે, તે આ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org