________________
૨૦૦
♦ વિવેચન - ૧૫૪૨/૨
સૂત્રાર્થ સ્પષ્ટ છે. હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે -
• સૂત્ર ૧૫૪૩ થી ૧૫૪૬
(૧૫૪૩) પૃથ્વીકાસિક જીત પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
-
(૧૫૪૪) પૃથ્વીકારિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨૦૦૦ વર્ષ અને ધન્ય સ્થિતિ - આયુ અંતર્મુહૂર્ત કહેલ છે.
(૧૫૪૫) પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની, જધન્ય કાય સ્થિતિ અંતમુહૂર્ત છે. પૃથ્વીના શરીરને ન છોડીને નિરંતર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતા રહેવું તે કાયસ્થિતિ છે.
(૧૫૪૬) પૃથ્વીના શરીરને એક વખત છોડીને ફરી પૃથ્વીના જ શરીરમાં ઉત્પન્ન થવામાં વચ્ચેનો અંતરકાળ જધન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
• વિવેચન ૧૫૪૩ થી ૧૫૪૬
સ્પંદિતા – પ્રવાહ, પ્રવાહથી ક્યારેય પણ અભાવનો અસંભવ હોવાથી તે અનાદિ અનંત છે. ભાવસ્થિતને આશ્રીને સાદિ સાંત છે. કેમકે બંનેમાં તેનું નિયત કાળપણું છે. -
-*-*
આયુ - જીવિત, તેની સ્થિતિ - અવસ્થાન.
- - ૪ -
કાચ – પૃથ્વીકાય, તેમાં જે સ્થિતિ - તેમાથી ઉદ્ધર્તન થયા વિના તેમાં જ રહેવું તે પૃથ્વી જીવોની કાયસ્થિતિ છે. પૃથ્વી રૂપ કાયાને ત્યજ્યા વિના જે સ્થિતિ છે તે -
- * -
*
હવે બીજા પ્રકારે અંતરકાળ કહે છે - તેમાં પૃથ્વી જીવોનું પોતાની જ કાયામાં ફરી ઉપજવું અર્થાત્ પૃથ્વીકાયથી ઉર્દીને જે ફરી વખત તે જ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવું તે.
આને જ ફરી ભાવથી કહે છે –
• સૂત્ર ૧૫૪૭ -
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તો પૃથ્વીના પૃથ્વીના હજારો ભેદ કહેલા છે
• વિવેચન - ૧૫૪૭ -
-
Jain Education International
વર્ણાદિના ભાવરૂપત્વથી તેના સંખ્યાભેદના અભિધાનત્વ થકી આ ભાવ અભિધાયિતા છે. ઉપલક્ષણથી તે હજાર છે. વર્ણાદિના તારતમ્યથી ઘણાં ભેદપણાથી અસંખ્ય ભેદતા પણ સંભવે છે.
આ પ્રમાણે પૃથ્વી જીવોને બતાવીને હવે અપજીવો કહે છે -
• સૂત્ર - ૧૫૪૮ થી ૧૫૫૫ -
(૧૫૪૮) અકાય જીવના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો છે - પયાપ્તિ અને અપસિ
W
For Private & Personal Use Only
www.jainelibrary.org