________________
૩૬/૧૫૩૪ થી ૧૫૪૦
૧૯૯ (૧) પૃથ્વી - સત્યભામાવત શુદ્ધ પૃથ્વી. જે શર્કરાદિ રૂપ હોતી નથી, (૨) શર્કરા - નાના ટુકડારૂપ હોય, (૩) વાલુકા - રેતી, (૪) ઉપલ - ખંડ શિલાદિ, (૫) શિલા - પત્થર, (૬) લવણ - સમુદ્રલવણાદિ, (૭) ઊષ - ક્ષાર માટી, (૮) અયસ - લોઢું, (૯) તામ - તાંબુ, (૧૦) ત્રપુક - રાંગ, (૧૧) સીસક - સીસું, (૧૨) રૂપુ, (૧૩) સુવર્ણ. આ લોટું આદિ ધાતુઓ છે. - X- X
વજ - હીરા, હરિતાલ, હિંગલોક અને મનઃ શિલા પ્રસિદ્ધ જ છે. સાસક - એ ઘાતુ વિશેષ છે. અંજન - સમીરક, પ્રવાલક - વિદ્યુમ.
અમ્રપટલ - અભરખ, આબુવાલકા - અભ્રપટલ મિશ્ર વાલુકા. આ બધાં બાદર પ્રવીકાયના ભેદો કહ્યા. પછી મણિના ભેદો કહે છે - તે ગોમેધ, રુચક, અંક, સ્ફટિક આદિ સૂત્રાર્થવતુ જાણવા.
ચંદન, ગેર, હંસગર્ભ, પુલક, સોગંધિક આદિ પ્રસિદ્ધ છે.
આ પ્રમાણે પૃથ્વી આદિ ચૌદ, હરિતાલ આદિ આઠ, ગોમેધ આદિ ચૌદ ભેદો, એ પ્રમાણે બધાં મળીને ૩૬ ભેદો જાણવા.
હવે તેનો ઉપસંહાર કરતાં સૂક્ષ્મ પ્રણવીકાયની પ્રરૂપણા કરે છે - • સૂત્ર - ૧૫૪૧ -
આ પ્રમાણે કઠોર પૃeતીકાયના છબીશ ભેદો કહ્યા.
સુમ પટતીકાયના જીવો એક જ પ્રકારના છે, તેથી તે વિવિધ પ્રકારના ભેદથી રહિત છે, તેમ જાણવું.
• વિવેચન • ૧૫૪૧ -
આ ખર પૃથ્વી અને તેના વિભાગથી તત્ત્વજીવોના છકીશ ભેદો બતાવ્યા. પણ સૂક્ષ્મ પૃવીકાયને એક ભેદે જ કહેલ છે. કેમકે તેમાં વિવિધ ભેદો વિધમાન નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વી જીવો કહ્યા.
હવે તેને જક્ષેત્રથી કહે છે - • સૂત્ર - ૧૫૪૨૧ -
સુક્ષ્મ પૃથ્વીકાયના જીવો સંપૂર્ણ લોકમાં જાને બાદ પૃથ્વીકાયના આવો લોકના એક દેશમાં વ્યાપ્ત છે.
• વિવેચન - ૧૫૨૧ -
સૂક્ષ્મો. સર્વલોકમાં - ચૌદ રાજરૂપ લોકમાં સર્વદા તેનું અસ્તિત્વ છે. લોકનો દેશ-વિભાગ, તે લોકદેશમાં બાદર જીવો છે, તેની ક્યારેક કે ક્યાંક પણ સકલ વ્યાતિ અસંભવ છે.
હવે આને કાળથી જણાવતા પ્રસ્તાવના કહે છે - • સૂત્ર - ૧૫૪રર હવે ચાર પ્રકારથી પૃથ્વીકાયિક જીવોનો કાલવિભાગ કહીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org