SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઉત્તરધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અહીં બંઘન, સંઘાત, વર્ણાદિ અવાંતર ભેદોની પૃથક્ વિવક્ષા ન હોવાથી સંખ્યાતિક્રમ ન કહેવો. (૧૩9૧) ગોત્ર કર્મ - ઉચ્ચ અને નીય. તે બંનેના પણ આઠ - આઠ ભેદો કહેલા છે. તેમાં જાતિનો અમદ આદિ આઠ ઉચ્ચ ગોત્રના બંઘના હેતુઓ છે. તે જ જાતિનો મદ આદિ આઠ નીચ ગોત્રના હેતુઓ છે. આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રનો સાક્ષી પાઠ પણ મળે છે. (૧૩૭૨) દેવાય તે દાન, પ્રાપ્ત થાય તે લાભ. એક વખત ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવાય તે ઉપભોગ. તેમાં વિશેષથી ચેષ્ટા થાય જેનાથી તે વીર્ય. એ બધામાં અંતરાય - વિપ્ન જોડવું. વિષયના ભેદથી આ અંતરાય પાંચ ભેદે સંક્ષેપથી કહેલ છે. તેમાં દાનાંતરાય હોય ત્યારે વિશિષ્ટ ગ્રહણ કર્યા હોય, દેય વસ્ત હોય, તેનું ફળ પણ જાણતો હોય છતાં પણ દાન પ્રવૃત્તિ હણાય તે દાનાંતરાય. વિશિષ્ટ દાતા હોય, નિપુણ રીતે ચાચેલ હોય, પણ ઉપલબ્ધિનો ઉપઘાત થાય તે લાંભાતરાય. ભોગાંતરાયમાં વૈભવ આદિ પ્રાપ્ત થવા છતાં જેના કારણે આહાર આદિ ન ભોગવાય. ઉપભોગાંતરાય - જેના ઉદયથી વસ્ત્ર, અલંકાર આદિ ન ભોગવે. વીયાંતરાય - જેના વશથી બળવાન અને નીરોગી અવસ્થામાં હોવા છશાં જે ડ્રાણ પણ વાકું ન વાળી શકે છે. આ પ્રકૃતિ કહી. હવે તેના નિગમન માટે કહે છે - • સૂત્ર - ૧૩૭૩ - આ કમની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી. આનાથી આગળ તેના પ્રદેશાગ્ર - દ્રવ્ય, ક્ષમ, કાળ અને ભાવને સાંભળો. • વિવેચન • ૧૩૭૩ - અનંતરોક્ત જ્ઞાનાવરણાદિ રૂપ મૂળ પ્રકૃતિ તથા શ્રુતજ્ઞાનાવરણાદિ ઉત્તર પ્રકૃતિઓ, ચ શબ્દથી મૃતાદિના પણ અક્ષર, અનક્ષરાદિ ભેદથી બહુવિધપણાથી ન કહેવાયેલા ઘણાં ભેદનું સૂચક છે. પ્રદેશ – પરમાણુઓ, તેમના અગ્ર - પરિમાણ તે પ્રદેશાગ્ર. ક્ષેત્ર - જેમાં નિવાસ થાય છે તે, આકાશ. ફાલ - બદ્ધ કર્મની જીવપ્રદેશથી અવિચીન રૂપ સ્થિતિ. ભાવ - અનુભાગ, કર્મના પયય. ઉક્ત ચારમાંથી પ્રદેશાગ્ર'ને કહે છે - • સૂત્ર - ૧૩૪ - એક સમયમાં બદ્ધ થનારા બધાં કર્મોના કર્મપુદ્ગલરૂપ દ્રવ્ય અનંત હોય છે. તે ગ્રંથિભેદ ન કરનારા અનંત ભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમાં ભાગ જેટલું હોય છે. • વિવેચન - ૧૩૭૪ - બધાંના જ અર્થાત્ કેટલાંક નહીં, તેવા જ્ઞાનાવરણાદિ કમોંના પરમાણુ પરિમાણ અનંત પરમાણુ નિપજ્ઞત્વ વર્ગણાના, અને તે અનંતક ગ્રંચિધન રાગદ્વેષ પરિણામ. તેને પામે છે તે ગ્રંથિગા અને તે સત્વો તે ગ્રંચિતત્વ - જે ગ્રંથિ પ્રદેશને પામીને પણ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy