________________
૩૨/૧૩૪૬
• વિવેચન- ૧૩૪૬
એ પ્રમાણે ચક્ષુ આદિ વિષયક રૂપ આદિ અને મનના ઉક્તરૂપ અર્થે રાગી મનુષ્યને દુઃખનો હેતુ થાય છે. ઉપલક્ષણથી દ્વેષીને પણ દુઃખનો હેતુ થાય છે. તેથી વિપરીત વીતરાગને થોડા પણ દુઃખ દેનારા ક્યારેય થતાં નથી. અર્થાત્ શારીરિક કે માનસિક દુઃખ દેનારા થતા નથી.
કંઈ પણ કામભોગમાં વીતરાગ ન સંભવે, પછી દુઃખાભાવ કેમ કહ્યો ?
૧૩૪૭
• સૂત્ર
કામભોગો સમભાવ પણ લાવતા નથી કે વિકૃતિ પણ લાવતા નથી. જે તેના પ્રત્યે દ્વેષ અને મમત્વ રાખે છે. તે તેમાં મોહને કારણે વિકૃતિને પ્રાપ્ત થાય છે.
-
૧૫૩
• વિવેચન - ૧૩૪૭ -
ઉક્તરૂપ કામભોગો રાગદ્વેષના અભાવરૂપ સમતાને લાવતા નથી. તેથી તેના હેતુમાં કંઈપણ રાગદ્વેષવાળા ન થવું. ભોગ – ભોગવવાપણાથી સામાન્યથી શબ્દ આદિ, વિકૃતિ - ક્રોધાદિ રૂપ. કોઈ રાગદ્વેષ રહિતને વિકૃતિ લાવતા નથી. તે વિષયમાં દ્વેષવાળા હોય કે પરિગ્રહબુદ્ધિમાન્ અર્થાત્ રાગી હોય, તો તે વિષયોમાં આવા રાગ-દ્વેષ રૂપ મોહનીયથી વિકૃતિ આવે છે. પરંતુ રાગ-દ્વેષ રહિતને સમતા જ હોય છે.- ૪ - ૪ - આ વિકૃતિ કેવા સ્વરૂપની છે, જે રાગદ્વેષને વશ થઈ આવે છે.
• સૂત્ર • ૧૩૪૮, ૧૩૪૯ •
ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા વિવિધ ભાવોને....
અનેક પ્રકારના વિકારોને, તેનાથી ઉત્પન્ન અન્ય કુંપરિણામોને તે પ્રાપ્ત થાય છે. જે કામગુણોમાં આસક્ત છે અને તે કરુણાસ્પદ, દીન, લજ્જિત અને અપ્રિય પણ હોય છે.
• વિવેચન - ૧૩૪૮, ૧૩૪૯
-
ક્રોધ, માન, માયા અને લોભ, જુગુપ્સા - દુર્ગંછા, અરતિ એટલે અસ્વાસ્થ્ય, રતિ - વિષયાસક્તિરૂપ, હાસ્ય - હોઠન વિકારરૂપ, ભય, શોક અને વેદાદિમાં શોક - પ્રિયના વિયોગથી જન્મેલ મનોદુઃખરૂપ, વેદ - વિષયનો અભિલાષ, વિવિધ પ્રકારના હર્ષ, વિષાદાદિ ભાવોને પ્રાપ્ત કરે છે. આના વડે રાગદ્વેષવાળા લક્ષણોથી અનેક પ્રકારના ઘણાં ભેદવાળા અનંતાનુબંધી આદિ ભેદથી અને તારાતમ્ય ભેદથી ઉક્ત પ્રકારના વિકારોને શબ્દાદિમાં આસક્ત કે ઉપલક્ષણથી કેપવાળા પામે છે.
Jain Education International
4
બીજું આ ક્રોધાદિ જનિત પરિતાપ અને દુર્ગતિમાં પડવું પણ થાય છે. તે કારુણ્યથી દીન થાય છે. લજ્જિત થાય છે. ક્રોધને પામેલો આલોકમાં જ પ્રીતિ વિનાશાદિને અનુભવે છે. પરલોકમાં અતિ કટુ વિપાકને પામતો પ્રાયઃ અતિ દિનતા
For Private & Personal Use Only
www.jainelibrary.org