________________
૧૫૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 સમૂહોની પરંપરા વડે સંસારમાં રહેવા છતાં લેવાતા નથી. તેનું દૃષ્ટાંત આપતા કહે છે કે - જેમ પદ્મિનીપત્ર જળની મધ્યમાં રહેવા છતાં જળથી લેવાતું નથી, તેમ તે મનુષ્યો લેવાતા નથી.
(૧૨૮૧ થી ૧૨૯૩) આ પ્રમાણે ચક્ષુને આશ્રીને તેર સૂત્રોની વ્યાખ્યા કરી એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોની અને મનની પોતાના વિષયમાં પ્રવૃત્તિમાં રાગ અને દ્વેષના અનુદ્ધરણમાં દોષને જણાવતા તેર તેર સણોની વ્યાખ્યા કરવી.
વિશેષ એ કે - શ્રોબેન્દ્રિયનો વિષય શબ્દ - “ધ્વનિ” તે મનોજ્ઞા અને ખર કર્કશતાથી અમનોજ્ઞ પણ હોય. મૃગ અર્થાત બધાં પશુ જાણવા. તે મૃગ શબ્દોમાં મુગ્ધ બનીને સંગીતમાં આકૃષ્ટ ચિત્તતાથી, તેમાં અતૃપ્ત થાય છે.
(૧૨૯૪ થી ૧૩૦૬) ધ્રાણેજિયનો વિષય ગંધ છે. તેમાં સુગંધ તે મનોજ્ઞ અને દુર્ગધ તે અમનોજ્ઞ છે. તેમાં નાગદમની આદિની ગંધમાં વૃદ્ધઓષધિ ગંધમાં વૃદ્ધ થઈને સર્પ વિલમાંથી નીકળીને દુષ્ય અપાયનો ભાગી થાય છે. તે અત્યંત અપ્રિયપણે તે ગંધને સહન ન કરી શકવાથી નીકળે છે.
(૧૩૦૩ થી ૧૩૯૧) જિલૅન્દ્રિયનો વિષય રસ, આસ્વાદ કરાય તે રસ. તેમાં મધુરાદિ તે મનોજ્ઞ, કટુકાદિ તે અમનોજ્ઞા. માછલું, માંસને અંતે રહેલ લોઢાની કીલક વડે વિદારિત શરીર થાય છે. કેમકે તે માંસાદિના ભોગમાં ગૃદ્ધ બનીને માંસ ખાવાને માટે દોડે છે. ગલના ખીલાથી વિંધાય છે.
(૧૩૨૦ થી ૧૩૩૨) કાચા અર્થાત અહીં સ્પર્શનેન્દ્રિય લેવી. કેમકે તે સર્વશરીરમાં વ્યાપક છે. તેનો વિષય તે સ્પર્શ છે. તેમાં મૃદુ વગેરે સ્પર્શ તે મનોજ્ઞ હોય અને કર્કશાદિ તે અમનોજ્ઞ હોય. શીત સ્પર્શવાળા પાણીમાં અવમગ્ન - ડૂબેલા જળચર વિશેષો વડે ભેંસ આદિને પકડી લેવાય છે, કેમકે શીતળ સ્પર્શમાં ગૃદ્ધ બનીને ભેંસ આદિ પાણીમાં જાય છે.
(૧૩૩૩ થી ૧૩૪૫) મન અર્થાત ચિત્તનો ભાવ - અભિપ્રાય. તે અહીં સ્મૃતિ ગોચર છે. તેનો ગ્રાહ્ય ઇંદ્રિય વિષયપણે કહેવાય છે. તેમાં પણ મનોજ્ઞ અને અમનોજ્ઞ બંને ભેદો જાણવા. એ પ્રમાણે ઉત્તરગ્રન્થમાં પણ ભાવ વિષય રૂપાદિ અપેક્ષાથી કહેલ છે. અથવા સ્વપ્નકામ દશાદિમાં ભાવોપસ્થાપિત રૂપ આદિ ભાવ કહ્યા. તે મનથી ગ્રહણ કરવા. મનોજ્ઞ રૂપાદિમાં આસક્ત હાથી હાથણીના માર્ગને અનુસરે છે. પછી પકડાઈને સંગ્રામ આદિમાં પ્રવેશ કરાવાય છે, ત્યાં તે વિનાશને પામે છે. - X- X
ઉપર કહેલા અર્થોનો સંક્ષેપથી ઉપસંહાર કરતા કહે છે - • સૂત્ર - ૧૩૪૬ -
આ પ્રમાણે રાગી મનુષ્યને માટે પ્રિય અને મનના જે વિષય દુઃખનો હેતુ છે, તે જ વીતરાગ માટે ક્યારેય પણ, કિંચિત માત્ર પણ દુઃખના કારણ થતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org