________________
૩૨/૧૨૫૬ થી ૧૨૬૬
૧૪૩
(૧૨૬૪) શ્રી વિષયક આ ઉપર્યુક્ત સંસર્ગોનું સમ્યક્ અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ તેમજ સુખોત્તર થઈ જાય છે, જે પ્રમાણે મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદીઓને તરવી સહેલી છે.
(૧૨૬૫) સમસ્ત લોકના દેવતાઓના પણ જે કંઈ પણ શારીરિક અને માનસિક દુઃખ છે, તે બધાં કામાસક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃઓનો અંત કરી શકે છે.
(૧૨૬૬) જેમ ક્રિપાક ફળ રસ અને રૂપ રંગની દૃષ્ટિથી જોવા અને ખાવામાં મનોરમ હોય છે, પણ પરિણામમાં જીવનનો અંત કરી દે છે. કામગુણો પણ અંતિમ પરિણામમાં તેવા જ હોય છે.
♦ વિવેચન - ૧૨૫૬ થી ૧૨૬૬
-
રસ ઇત્યાદિ અગિયાર સૂત્રો છે. તેનો ગાથાર્થ અહીં સ્પષ્ટ કહેલો છે. તેથી વૃત્તિમાં કહેવાયેલ જે કંઈ વિશેષ છે, તે અહીં નોંધીએ છીએ.
(૧૨૫૬) રસ - દુધ આદિ વિગઈઓ, પ્રકામ - અત્યર્થ, ઘણાં પ્રમાણમાં. ન પેિચિરાયા - ખાલી ન જોઈએ. અહીં ‘પ્રકામ' શબ્દનું ગ્રહણ વાત આદિ ક્ષોભના નિવારણ માટે રસ ભોગવવા જોઈએ જ પણ નિષ્કારણ ભોગવવાનો નિષેધ છે, તેમ જણાવવાને માટે છે.
આવો ઉપદેશ શા માટે ? બહુલતાથી રસ - વિગઈ ભોગવનારા દૈતિકર - ઉન્માદ વધારનારા થાય છે. દસ નો અર્થ પણ છે અથવા દીપ્ત - દીપવું તે, મોહરૂપ અગ્નિ વડે બળવું, તેને કરવાના સ્વભાવવાળા તે દીપ્તકર. કોને ? પુરુષોને, ઉપલક્ષણથી સ્ત્રીઓને. તેનો ઉપભોગ કરનાર મોહરૂપી અગ્નિને ઉદીરે છે. - * * * *
એ પ્રમાણે શો દોષ છે ? તે કહે છે - સ અથવા દીપ્ત મનુષ્યો વિષયો વડે પરાજિત થાય છે તથાવિધ સ્ત્રી આદિને અભિલાષ કરવા યોગ્ય આર્દિ થાય છે. કોની જેમ ? અહીં દૃષ્ટાંત આપે છે, તે આ રીતે -
જેમ કોઈ વૃક્ષ મધુર ફળથી યુક્ત વૃક્ષ હોય, તેને પક્ષીઓ ઉત્પડીત કરે છે તેમ. અહીં વૃક્ષની ઉપમાથી પુરુષાદિ લેવા. સ્વાદુ ફળને તુષ્ય દૈમ કે દીપ્તપણું લેવું. પક્ષી સદેશ ‘કામ' ને જાણવું.
આના વડે રસ પ્રકામ ભોજનમાં દોષો કહ્યા. હવે સામાન્યથી જ પ્રકામ ભોજનમાં દોષ કહે છે -
(૧૨૫૭) દવા - દાવાનળ, વનના ઉપાદાનથી ક્યારેક વસતિમાં પણ તેમજ જાણવું. સમારુ – વાયુ સહિત, ઉપશમ - અગ્નિનું શાંત થયું. તેમ આ ઉપમાથી ઇંદ્રિય જનિત રાગ, તે જ અનર્થ હેતુથી અહીં વિચારવો. તે અગ્નિની જેમ ધર્મવનને બળવાથી ઇંદ્રિયાગ્નિ' કહ્યો. તે અતિ માત્રામાં આહાર કરનાર - પ્રકામ ભોજી રૂપ પવનથી પ્રાયઃ તેને ઘણો ઉદીરે છે, તેથી પ્રકામ ભોજીત્વ બ્રહ્મચારીને હિતને માટે ન થાય, કેમકે તે બ્રહ્મચર્યના વિઘાતકપણાથી અતિ સુસ્થિતને પણ બાળે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org