SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦,૧૨૧૩ ૧૨૭ સાત એષણા આ પ્રમાણે - સંસક્ત, અસંસક્ત, ઉદ્ધડ, અલ્પલેપા, ઉગ્દહિયા, પગ્મહિયા ને ઉજ્કિતધમાં એ સાત છે. અભિગ્રહો - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષયક છે. તેમાં દ્રવ્ય અભિગ્રહ - ભાલાના અગ્ર ભાગે રહેલા મંડક આદિ જ લઈશ, ઇત્યાદિ, ક્ષેત્રથી અભિગ્રહ - ઉંબરા ઉપર રહીને જો આપે ઇત્યાદિ. કાળથી અભિગ્રહ - બધાં ભિક્ષચરો ચાલી ગયા પછી મારે ગૌચરી માટે નીકળવું. ભાભિગ્રહ - તે હસતા કે રોતા કે તેવા કોઈ ભાવમાં આપે તો મારે લેવું તે. ભિક્ષાચર્યા તપ કહ્યો, હવે રસ પરિત્યાગ કહે છે. ♦ સૂત્ર - ૧૨૧૪ દૂધ, દહીં, ઘી, આદિ પ્રણિત પાન, ભોજન તથા રસોનો ત્યાગ તેને રસ પરિત્યાગ તપ કહે છે. • વિવેચન - ૧૨૧૪ - ક્ષીર - દુધ, દહીં - દુધનો વિકાર, સર્પિ - ઘી, આદિ શબ્દથી ગોળ અને પક્વઅન્નાદિ પણ લેવા, પ્રણીત એવા જે પાન -ખજૂરનો રસ આદિ, ખવાય તે ભોજન - ગલમ્ બિંદુ ઓદનાદિ, તેનું પરિવર્જન તે રસ પરિત્યાગ એમ તીર્થંકર આદિએ કહેલ છે. તે રસ વિવર્જન નામે બાહ્ય તપ છે. રસ પરિત્યાગ કહ્યો. હવે કાયકલેશને કહે છે - - સૂત્ર - ૧૨૧૫ આત્માને સુખાવહ જે વીરાસન આદિ ઉગ્ર આસનોનો અભ્યાસ તેને કાયકલેશ' તપ કહેલો છે. - • વિવેચન ૧૨૧૫ જેના વડે રહેવાય છે, તે સ્થાન - કાયની અવસ્થિતિ ભેદો, જેમકે - વીરાસન - સિંહાસને બેટેલની નીચેથી સિંહાસન લઈ લેતા, તે પ્રમાણે જ જે બેસવું, તે આદિમાં જને છે તે - વીરાસનાદિ. ગોદોહિક આદિ આસન અને લોચ આદિ કર્યો પણ અહીં લેવા. - - * - * - જીવને સુખાવહ હોય તેવા આસન કહ્યા. અહીં સુખાવહનો અર્થ મુક્તિસુખ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેને શુભાવહ પણ કહે છે. ઉગ્ર - દુઃખે કરીને અનુષ્ઠયપણાથી ઉત્કટ. તે જે પ્રકારે ધારણ કરાય છે, તે કાયકલેશ - કાયાને બાધાકારી કહે છે. - ૪ - ૪ - X + X - એ પ્રમાણે કાયાકલેશ તપ કહીને હવે સંલીનતા કહે છે - · Jain Education International • સૂત્ર - ૧૨૧૬ એકાંત, અનાપાત તથા સ્ત્રી-પશુ આદિ રહિત શયન અને આસન ગ્રહણ કરતા. તે વિવિક્ત શયનાસન સંલીનતા તપ છે. ૭ વિવેચન - ૧૨૧૬ એકાંત - લોકો વડે અનાકુળ, અનાપાત - સ્ત્રી આદિ આપાત રહિત, સ્ત્રી, પશુ આદિ રહિત શૂન્ય ગૃહાદિમાં શયન - આસનનું સેવવું તે વિવિક્ત શયનાસન For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy