________________
૧/૨૫
મો
રાજાદિ વિરુદ્ધ ઉચ્ચારવાથી મરે છે, તેથી તે મર્મ - તેવા જે વયનો તે મર્મ વચનો, તે અતિ સંકલેશ ઉત્પાદક હોય છે, જેમકે - કાણાને કાણો કહેવો, ઇત્યાદિ. આવા વયનો પોતાના - બીજાના કે ઉભયના માટે પણ ન બોલે. ભાષાદોષ એટલે પુનરુક્તિ અથવા અશબ્દો ન બોલે.
ઉક્ત બંને સૂત્રો વડે વાગુપ્તિના અભિધાનથી ચારિત્ર વિનય કહ્યો. આ પ્રમાણે સ્વગત દોષના પરિહારને કહીને ઉપાધિકૃત દોષ પરિહાર કહે છે -
• સુત્ર - ૨૬
લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચેની સંધિમાં, રાજમામાં એકલા મુનિ, એક્સી સી સાથે ઉભા ન રહે કે વાત ન કરે.
• વિવેચન - ૨૬
સમર - ખરકુટી, યૂર્ણિમાં લુહાર શાળા અર્થ કરે છે. ઉપલક્ષણથી આવી બીજી પણ નીય સભા જાણવી. અગર - ઘર, ગૃહધિ - બે ઘરની મધ્યનો માર્ગ, મહાથ - રાજમાર્ગાદિ. એકલો સાધુ એકલી સ્ત્રી સાથે ન રહે. વાત ન કરે ઇત્યાદિ -×× અહીં અતિ દુષ્ટતા બતાવવા ‘એકલા” શબ્દ મૂક્યો. અન્યથા એક કરતાં વધુ સાધુને, એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે પણ રહેવું, વાત કરવી ઇત્યાદિ દોષને માટે જ થાય છે. કેમક પ્રવચનમાલિન્ચ આદિ દોષ સંભવે છે. અથવા શત્રુની જેમ વર્તે છે તે સમર; દ્રવ્યથી જનસંહાર કરી સંગ્રામ, ભાવથી સ્ત્રીના શત્રુભૂતત્વથી જ્ઞાનાદિ જીવ સ્વતત્વધાતી, તેમના જ દૃષ્ટિસંબંધ. તે આ ભાવસમરથી અધિકાર છે અર્થાત્ દ્રવ્યસમરા પ્રાણ અપહારી ન થાય, ભાવસમરા જ્ઞાનાદિ ભાવરૂપ પ્રાણના અપહારી જ છે. તે વિશેષથી એકલાને થાય. તેથી આ દારુણ ભાવ સમરમાં એક સ્ત્રી સાથે એકલા સાધુ ન રહે, ન વાત કરે આના વડે ચારિત્રવિનય કહ્યો.
કદાચ સ્ખલના થાય ત્યારે શું કરે? તે કહે છે
• સૂત્ર - ૨૭
"
“પ્રિય અથવા કઠોર શબ્દથી આચાર્ય મારા ઉપર જે અનુશાસન કરે છે, તે મારા લાભને માટે છે. એમ વિચારી પ્રયત્નપૂર્વક તેમના અનુશાસનને સ્વીકારે.
• વિરેચન
-
Jain Education International
-
મને બુદ્ધો જે શિક્ષાને ગ્રહણ કરાવે છે તે સોપચારવચનથી હોય. તેમાં શીલ મહાવ્રતાદિ, ઉપચારથી તેના જનક વચનો પણ શીલ છે. અથવા શીલ વડે સમાધાનકારી, જેમકે - હે ભદ્ર ! તારા જેવાને આ અનુચિત છે, ઇત્યાદિથી કે કઠોર વચનથી કહે તો તેને સમભાવે સ્વાકારે ત્યારે વિચારે કે - મને અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિ થઈ, કે જે મને અનાચારકારીને તેઓ અનુશાસિત કરે છે. તેની આલોચના કે પ્રેક્ષા કરીને પ્રયત્નપૂર્વક તથાવિધ સૂત્રાલાપકનું અનુસ્મરણ કરે.
શું ગુરુવચન આલોક કે પરલોકમાં અત્યંત ઉપકારી છે કે અન્યથા પણ સંભવે
For Private & Personal Use Only
-
www.jainelibrary.org