________________
ઉત્તરાધ્યયન મૂલાસટીક અનુવાદ/૧ શોભે તે ધીર, પરીષહાદિથી ક્ષોભિત ન થનાર, એવો શિષ્ય, જ્યારે ગુરુ આદેશ કરે ત્યારે અવશ્ય ઉભો થઈને ત્યાં જાય. અને ગુરુના આદેશનો સ્વીકાર કરે.
ફરી પ્રતિરૂપ વિનયને જ કહે છે - • સૂત્ર - ૨૨
સન કે શય્યા ઉપર બેસીને અને કોઈ વાત ન પૂછે, પણ તેમની સમીપે આવીને ઉભુટુક આસને બેસીને, હાથ જોડીને પૂછે.
• વિવેચન - રર
આસને બેસીને સૂત્રાદિ ન પૂછે, સંથારામાં રહીને પણ ન પૂછે. તે અવસ્થામાં પૂછતાં દોષ લાગે. બહુશ્રુત હોય અને સંશય થાય તો પણ ન પૂછે. પૂછતી વેળા અવજ્ઞા ન કરે. -x-x- તો શું કરે ? ગુરૂની પાસે આવીને ઉત્સુક આસને બેસીને, કારણે આસને રહીને સૂત્રાદિ પૂછે. પ્રીતિપૂર્વક, બે હાથ જોડીને - અંજલિ જોડીને પૂછે. ગુરુ તેને શું કરે તે કહે છે
• સૂત્ર - ૨૩
એ પ્રમાણે વિનયયુક્ત શિક્ષણ વડે પૂછાતા, ગુરુ સુગ - સાર્થ અને તદુભાય, તે બંનેનું યથાત નિરૂપણ કરે.
• વિવેચન - ૨૩
ઉકત પ્રકારે વિનયયુક્ત, સૂત્ર - કાલિક ઉકાલિકાદિ, અર્થ - તેનો જ અર્થ, દાદુભય - સૂઝ અર્થ બંનેની જિજ્ઞાસા કરતાં, સ્વયં દીક્ષિત કે ઉપસંપદા પ્રાપ્ત શિષ્યને વિવિધ વ્યાતિથી બધું પ્રગટ કરે. જે પ્રકારે ગુરુ પાસેથી સાંભળે, તેમજ કહે. પણ
બુદ્ધિથી ઉપેક્ષા ન કરે. આના વડે આગમ અભિહિત ચાર પ્રકારના આચાર્ય વિનય અંતર્ગત પ્રતિપત્તિ કહી. શ્રુત વિનયનો નિર્દેશ કર્યો xx-x
હવે શિષ્યનો વચનવિનય કહે છે - • સુત્ર - ૨૪.
ભિલા અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે, ભાષાદોષનો પરિહાર કરે અને સદા માયાનું વર્જન કરે.
• વિવેચન - ૨૪
મૃષા - અસત્ય, ભૂતનિહાદિ, સર્વપ્રકારે ત્યજે. અવધારણા રૂપ ભાષા કદીન બોલે. બાકીના પણ વાણીના દૂષણો - સાવધ અનુમોદના આદિનો ત્યાગ કરે. માયા શબ્દથી ક્રોધાદિ, તેના હેતુને સર્વકાળ વર્ષે.
• સુત્ર - ૨૫
કોઈ પૂછે તો પણ પોતાના માટે, બીજાના માટે કે બંનેને માટે સાવધ ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભદક વચન ન કહે.
• વિવેચન - રપ સાવધ - સપાપ, નિરર્થ- અર્થ રહિત, જેમકે - આ વંધ્યાપુર જાય છે, ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org