________________
૨૬/૧૧૮૫
૧૧૩ આદિને ખપાવે છે. - - 1 - ચરમ સમો જે કર્મ પ્રકૃતિને ખપાવે છે, તેને સૂત્રકાર સ્વયં કહે છે -
પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પાંચ અંતરાય. આ ત્રણેને એક સાથે એક કાળે ખપાવે છે.
આટલી કર્મપ્રકૃતિ ખપાવીને અનુત્તર જ્ઞાન કે જે અનંત વિષયક છે. સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, નિરાવરણ છે, વિહિતિર છે, વિશુદ્ધ છે, તત્ત્વ સ્વરૂપના પ્રકાશવથી લોકાલોક પ્રભાવક છે. પાઠાંતરથી લોકાલોક સ્વભાવ છે. કેવળ - બીજા જ્ઞાનની અપેક્ષાથી રહિત છે, એવા જે જ્ઞાન અને દર્શન, જેમાં કેવલ વર વિશેષણથી કેવલવર જ્ઞાન દર્શનને પામે છે.
તે યાવત સયોગી અર્થાત મન, વચન, કાયાના વ્યાપારવાળો હોય, ત્યાં સુધી પથિક કર્મ બાંધે ઉપલક્ષણથી ઉભો કે બેઠો હોય તો પણ સયોગથી ઇર્યા સંભવે છે કેમકે સયોગિતામાં કેવલીને પણ સૂક્ષ્મ માત્ર સંસાર સંભવે છે, તેથી એર્યાપચિકી કર્મનો બંધ રહે છે. - X- A- X.
તે કર્મનોબંધ કેવો થાય છે? સુખ આપે તે સુખ, સ્પર્શ - આત્મ પ્રદેશો સાથે સંશ્લેષ જેનો છે તે સુખ સ્પર્શ. તેના બે સમય છે, તેવા પ્રકારની સ્થિતિને કારણે દ્વિસમય સ્થિતિક કહે છે. તે આ પ્રમાણે -
પહેલા સમયે બાંધે - આત્મસાત કરે તે સ્પષ્ટ. બીજા સમયે વેદિલ- અનુભૂત, ઉદયને વેદ. ત્રીજા સમયે નિજિર્ણ - ખરી જાય. કેમ કે તેનાથી ઉત્તરકાળ સ્થિતિ કષાયના હેતુ પણે થાય છે. - - - ૪ -.
અહીં સૂત્રકારે સ્પષ્ટ અને બદ્ધ બે ક્રિયા કહી છે. તેનાથી તેઓ નિઘત્ત એ નિકાચિત અવસ્થાનો અભાવ સૂચવે છે. ઉદીરિત - ઉદય પ્રાપ્ત, ઉદીરણાનો ત્યાં સંભાળ નથી. વેદિત - તેના ફળ રૂપ સુખનો અનુભાવ, નિજિર્ણ - ક્ષયને પામેલ. સંચાલ - આગામી કાળે, ચોથા સમય આદિમાં અકર્મ થાય છે. તે જીવની અપેક્ષાથી ફરી તેને તથાવિધ પરિણામનો અભાવ થાય છે - અર્થાત્ - તે સાતા કર્મ જ બાંધે છે.
• સૂત્ર - ૧૧૮૬ -
ફેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, શેષ આયુને ભોગવતો એવો, જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામક શ૧ ધ્યાનને ધ્યાતો એવો પહેલાં તે મનોયોગનો નિરોધ કરે છે. અનંતર વચન યોગનો નિરોધ કરે છે. તેના પછી નાપાનનો નિરોધ કરે છે. તેનો નિરોધ કરીને પાંચ
સ્વ - અક્ષરના ઉચ્ચારણ કાળ સુધી “સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ” નામક શક્ત યાનમાં લીન થયેલો અણગાર વેદનીય, ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોને એક સાથે ખપાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org