________________
૨૯,૧૧૭૭ થી ૧૧૮૦
૧૧૫
ભગવન્ ! જિલ્લા ઇંદ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? જિલ્લા ઇંદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - મનોજ્ઞ રસોમાં થનારા રાગ દ્વેષનો નિગ્રહ કરે છે પછી રસ નિમિતક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ ફર્મોની નિર્જરા કરે છે.
ભગવન્ ! સ્પર્શન ઇંદ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? સ્પર્શન ઇંદ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પોમાં થનારા રાગ - દ્વેષનો નિગ્રહ કરે છે. પછી સ્પર્શ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી તથા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા ફરે છે.
♦ વિવેચન - ૧૧૭૭ થી ૧૧૮૦ -
શ્રોત્રેન્દ્રિય નિગ્રહમાં કહ્યા પ્રમાણે ચક્ષુ, ધ્રાણ, જિહ્વા અને સ્પર્શન ઇંદ્રિયના વિષયમાં પણ જાણવું. માત્રે તેમાં તેના-તેના વિષયો કહેવા.
• સૂત્ર - ૧૧૮૧ થી ૧૧૮૪
ભગવન્ ! ક્રોધ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્રોધ વિજયથી જીવ જ્ઞાંતિને પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતા, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
-
-
ભગવન્ ! માન વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? માન વિજયથી જીવ મૃદુતાને પામે છે. માન વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
ભગવન્ ! માયા વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? માયા વિજયથી ઋજુતાને પ્રાપ્ત થાય છે. માયા વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
ભગવન્ ! લોભ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? લોભ વિજયથી જીવ સંતોષ ભાવને પામે છે. લોભ વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
વિવેચન - ૧૧૮૧ થી ૧૧૮૪ -
ઇંદ્રિયોનો નિગ્રહ કષાયોના વિજયથી થાય છે. તેથી ક્રમથી તેનો વિજય કહે છે - ક્રોધનો વિજય, તે દુરંત છે ઇત્યાદિ ભાવના વડે તેના ઉદયનો નિરોધ કરવો તે. કોપના અધ્યવસાયથી વેદાય છે, તે ક્રોધ વેદનીય - તેના હેતુભૂત પુદ્ગલ રૂપ કર્મો બાંધતો નથી. તેથી જ વિશિષ્ટ જીવ વિોલ્લાસથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. એ પ્રમાણે માન, માયા, લોભ વિજયને પણ જાણવો,
-
• સૂત્ર
૧૧૮૫
ભગવન્ ! રાગ, દ્વેષ, મિથ્યા દર્શનના વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ મિથ્યાદર્શનના વિજયથી જીત જ્ઞાન દર્શન ચારિત્રની આાધનાને માટે ઉધત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રન્થિને ખોલવાને માટે સર્વપ્રથમ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓનો ક્રમશઃ ક્ષય કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-