________________
૨૯,૧૧૩૫
•સૂત્ર
૧૧૩૫ -
ભગવત્ અનુપ્રેક્ષાથી જીવ આયુકર્મને છોડીને બાકીને જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની પ્રકૃતિઓને પ્રગાઢ બંધનોથી શિથિલ કરે છે, તેની દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે, તેના તીવ્ર રસાનુબંધને મંદ કરે છે. બહુક્રપ્રદેશોને અલ્પ પ્રદેશવાળા કરે છે. આયુષ કર્મોનો બંધ કદાચિત કરે છે, કદાચિત કરતા નથી. અસાતાવેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપાય કરતા નથી. જે સંસાર અટતી અનાદિ અને અનંત છે, દીર્ધમાર્ગથી યુક્ત છે, જેના નકાદિ ગતિરૂપ ચાર અંત છે, તેને શીઘ્ર પાર કરે છે.
• વિવેચન
-
૧૧૩૫
સૂત્રવત્ અર્થમાં પણ વિસ્મરણ સંભવે છે. તેથી તેની પણ પરિભાવના કરવી જોઈએ, તે અનુપ્રેક્ષા. સૂત્રની અનુપ્રેક્ષા - ચિંતનિકા, તેનાથી પ્રકૃષ્ટ શુભ ભાવોની ઉત્પત્તિના નિબંધનપણાથી આયુષ્યને વર્જીને સાત કર્મ પ્રકૃતિ છે. તે સાત પ્રકૃતિ, જે ગાઢ બંધનથી નિકાચિત હોય છે, તેને શિથિલ બંધન બદ્ધ કરે છે. અર્થાત્ તેને તપોરૂપત્વથી અપવર્તનાદિકરણ યોગ્ય કહે છે અને તપથી નિકાચિત કર્મને ખપાવવામાં પણ સમર્થ થાય છે. શુભ અધ્યવસાય વશથી સ્થિતિ ખંડકના અપહારથી દીર્ઘકાલિક સ્થિતિને હ્રસ્વકાલિક કરે છે. કેમકે બધાં કર્મોની પણ સ્થિતિનું અશુભપણું છે. -
- X* X
તીવ્ર અનુભવાથી ચતુઃ સ્થાનિક રસત્વથી મંદાનુભાવા ત્રિસ્થાનિક રસાદિના આપાદનથી કરે છે. અહીં અશુભ પ્રકૃતિ જ ગ્રહણ કરાય છે. કેમકે શુભભાવનું શુભાશુભ તીવ્રમંદાનુભાવ હેતુપણાથી છે. તેથી શુભભાવથી તીવ્ર અનુભાવ બાંધે છે. બહુપદેશિકને અલ્પપ્રદેશવાળી કહે છે.
૧૧
.
(પ્રશ્ન:-) કયા અભિપ્રાયથી આયુને વર્જીને સાત પ્રકૃતિ કહેલ છે? (ઉત્તરઃ-) શુભાયુષ્ક જ સંયતને ઉક્ત કર્મપ્રકૃતિ અપવર્તનાકરણાદિ સંભવે છે. તેની જ અનુપ્રેક્ષા તાત્ત્વિકી છે, શુભ ભાવથી શુભપ્રકૃતિનું શિથિલતાદિકરણ ન થાય. - x - (શંકા) શુભાયુષુ બંધ છતાં આ પ્રકૃતિનું ફળ કેમ નથી કહ્યું? (સમાધાન) આયુષ્ક કર્મ કદાચ બંધાય છે, તેનો ત્રિભાગાદિ શેષ આયુષ્કતામાં જ બંધનો સંભવ છે. કહ્યું છે કે - કદાચ ત્રિભાગે, કદાચ ત્રિભાગ ત્રિભાગમાં
અાવેદનીય - શારીરાદિ દુઃખહેતુ, અને કર્મ શબ્દથી બીજી અશુભ પ્રકૃતિ
વારંવાર બાંધતા નથી. - ૪ - ૪ - બીજા એ પ્રમાણે કહે છે કે - સાતા વેદનીય કર્મને વારંવાર એકઠાં કરે છે. - x -. બાકી સ્પષ્ટ છે.
અનાદિ - આદિનો અસંભવ છે. અણવદગ્ર - સદા અવસ્થિત અનંત પરિણામ પણાથી હોવાથી તેને અનંત કહે છે. આ પ્રવાહની અપેક્ષાથી જાણવું. તેથી જ દીર્ઘકાળ - તેનો પરિભ્રમણ હેતુ કર્મ રૂપ માર્ગ જેમાં છે, તે ચારગતિ રૂપ છે. એવા ચાર ગતિરૂપ સંસાર કાંતારને (અનુપ્રેક્ષા કરનાર) જલ્દીથી વિશેષ ઉલ્લંઘી જાય છે, અતિક્રમે છે. અર્થાત્ મુક્તિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org