________________
૨૯/૧૧ર૯
• વિવેચન ૧૧૨૯ -
ક્યારેક અકાલ પાઠમાં પ્રાયશ્ચિત સ્વીકારવું જોઈએ, તેવું ક્રમથી આવતા, અહીં તેનું કરણ કહે છે - તેમાં પાપને છેદે છે અથવા વિશુદ્ધ કરે છે. તેથી તે નિરુક્ત વિધિથી પ્રાયશ્ચિત કહેવાય છે. તેની આલોચનાદિનું કરણ - વિધાન, તે પ્રાયશ્ચિત કરણ, તેના વડે પાપકર્મોની વિશુદ્ધિ અતિ અભાવ થતાં તે નિરતિચાર થાય છે કેમકે તેના વડે જ જ્ઞાનાચારાદિ અતિયાર વિશુદ્ધિ થાય છે.
સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિતને સ્વીકારનાર માર્ગ - આ જ્ઞાન પ્રાપ્તિ હેતુ સમ્યક્ત અને તેનું ફળ તે જ્ઞાન એ બંનેને નિર્મળ કરે છે. પછી આચરાય છે તે આચાર - ચારિત્ર, તેનું ફળ તે મુક્તિ, તેને આરાધે છે. - X- - - અથવા માર્ગ - ચારિત્ર પ્રાપ્તિના નિબંધનપણાથી દર્શન જ્ઞાન નામક, તેનું ફળ છે અને ચારિત્ર, તેથી આચાર - જ્ઞાનાચારાદિ, તેના ફળ - મોક્ષની આરાધના કરે છે. અથવા માર્ગ - મુક્તિ માર્ગ, ક્ષાપોપથમિક દર્શન આદિ, તેનું ફળ છે, તેને જ પ્રકષવસ્થામાં ક્ષાયિક દર્શનાદિ કહે છે. વિશોધના અને આરાધનાને સર્વત્ર નિરતિચારપણાથી હેતુ વિચારવો.
• સૂત્ર - ૧૧૩૦ -
ભગવાન ! ક્ષમાપના કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્ષમાપના કરવાથી જીત પ્રહાદ ભાવને પ્રાપ્ત થાય છે. પ્રહાદ ભાવ સંપન્ન આત્મા, બધાં પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની સાથે મૈત્રી ભાવને પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવને પ્રાપ્ત જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભય થાય છે.
• વિવેચન - ૧૧૩૦ -
પ્રાયશ્ચિકરણ ક્ષમાપનાવાન્ ને જ થાય છે, તેથી તેને કહે છે - ક્ષમા - મારા આવા દુષ્કૃત પછી ખમવા યોગ્ય છે, એવી ક્ષમાપનાથી પ્રહ્માદ આત્માનો મનઃ પ્રસત્યાત્મકથી અંતભવ, અર્થાત્ દુકૃતથી જનિત ચિત્ત સંકલેશનો વિનાશ થાય છે. -x- આ પ્રહાદન ભાવ• ચિત્ત પ્રસન્ન કરવા રૂ૫ અભિપ્રાય. બધાં જ તે પ્રાણ - બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા, ભૂત - વનસ્પતિ, જીવ - પંચેન્દ્રિય, સત્ત્વ - બાકીના જંતુઓ, - xx- તેઓમાં મૈત્રીભાવ - પહિત ચિંતા લક્ષણને ઉત્પાદિત કરે છે. તેથી મૈત્રીભાવને પામેલ જીવ રાગ-દ્વેષના પિગમરૂપ ભાવ વિશુદ્ધિ કરીને ઇહલોકાદિ ભય રહિત થાય છે. કેમકે સંપૂર્ણ ભય હેતુનો અભાવ છે.
• સૂત્ર - ૧૧૩૧ -
ભગવન્! સવાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.
• વિવેચન - ૧૧૩૧ -
ઉપરોક્ત ગુણમાં અવસ્થિત જીવે સ્વાધ્યાયમાં પ્રયત્ન કરવો જોઈએ, તેને કહે છે - સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય ઉપલક્ષણથી બધાં કર્મોનો ક્ષય કરે છે. કહ્યું છે કેસ્વાધ્યાયમાં કે કોઈપણ પ્રકારના યોગમાં જીવ ઉપયોગવાળો થઈને પ્રતિ સમય For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International