________________
૯ ૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ
સંયમનું પાલન કરવા છતાં તેવા પ્રકારના ગુરુ કર્મોથી, તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાય અસંભવથી, તેવા પ્રકારની કર્મ વેદનાના અભાવથી તે ભવે મુક્તિને ન પણ પામે. પરંતુ ભવાંતરમાં દીર્ઘ પર્યાય પામીને સનકુમાર ચક્રવર્તીની માફક(અંતક્રિયા પામે છે.)
સ્થાનાંગમાં કહે છે -
(૧) પહેલી અંતક્રિયા વસ્તુ-મહાકમપ્રત્યાજાતને પણ થાય છે. હે આયુષ્યમાન શ્રમણ! તે શ્રમણ થઈ, ઘર છોડી અનગારિતા પ્રવજ્યા સ્વીકારી નૈયાયિક માર્ગને માટે સંચમ બહુસ, સવર બહુલ, રૂક્ષ, તીરાર્થી, ઉપધાનવાનું, દુઃખક્ષપક, તપસ્વી, તેને તથા પ્રકારે તપ હોય તથા પ્રકારે વેદના ન હોય, તે તથા પ્રકાર પુરુષ દીર્ઘદીર્ઘ પર્યાયથી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે, સર્વે દુઃખોનો અંત કરે છે, જેમ તે ચક્રવર્તી રાજા સનકુમારે કર્યો. તે પહેલી આંતક્રિયા વસ્તુ,
(ર) બીજી આંતક્રિયા વસ્તુ- (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) તેવા અણગાર ગજસુકુમારની માફક સર્વે દુઃખોનો અંત કરે છે.
(3) ત્રીજી આંતક્યિા વસ્તુ - (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) તેવા અણગાર, ચાતુરંત ચક્રવતી રાજા ભરતની માફક મોક્ષે જાય છે.
(૪) ચોથી અંતકિયાવસ્તુ - સ્વાકર્મી, વિરતિ પામીને, તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી તથાવિધ તપ, તથાવિધ વેદના પામીને જલ્દીથી મોક્ષમાં જાય છે, જેમ મરુદેવી માતા ગયા. (ચોથી અંતક્રિયાનું વિશેષ વિવેચન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું)
અહીં અવિધમાન છે અંતક્રિયા - કર્મક્ષયલક્ષણ રૂપ તે ભવ જેને તે અનંત ક્રિયા, તે પરંપરાને મુક્તિ ફળને માટે છે.
• સૂત્ર • ૧૧૨૮ -
ભગવન ! કાળ પ્રતિલેખનાથી જીવને શું વાત થાય છે? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરે છે.
• વિવેચન - ૧૧૨૮ •
અરહંતની વંદના પછી સ્વાધ્યાય કરવો જોઈએ તે કાળે જ થાય. તેના પરિજ્ઞાન કાળ પ્રતિલેખનાપૂર્વક હોવાથી તેને કહે છે - કાલ પ્રાદોષિક આદિ, તેની પ્રપેક્ષણા • આગમ વિધિપૂર્વક યથાવત્ નિરૂપણા ગ્રહણ અને પ્રતિજાગરણ રૂપ કાલ પ્રત્યુપ્રેક્ષણા વડે જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. યથાવત્ પ્રવૃત્તિથી તથાવિધ શુભભાવના સંભવથી તેમ થાય.
• સૂત્ર ૧૧૨૯ -
ભગવન્! પ્રાયશ્ચિતથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રાયશ્ચિત વડે જીવ પાપ કર્મોને દૂર કરે છે અને ધર્મ સાધનાને તિરતિયાર બનાવે છે. સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિત કરનાર આત્મા માન અને માફળને નિર્મળ કરે છે.
આચાર સાને આચાર ફળની આરાધના કરે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org