________________
૮૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન - ૨૯ - “સમ્યકત્વપરાક્રમ” ઉ
– —- ૪ –– Xo અઠ્ઠાવીસમું અધ્યયન કહ્યું, હવે ઓગણત્રીશમું આરંભીએ છીએ. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં જ્ઞાનાદિને મુક્તિમાર્ગપણે કહા. તે સંવેગાદિ મૂલર્ચ અકર્મતા સુધી તે પ્રમાણે થાય છે. તે અહીં કહે છે, અથવા અનંતર અધ્યયનમ મોક્ષમાર્ગગતિ કહી, તે અહીં પ્રમાદ જ તેનો પ્રધાન ઉપાય છે. જ્ઞાનાદિ પણ તેન પૂર્વક જ હોય, તે જ વર્ણવે છે. અથવા અનંતર અધ્યયનમાં મુક્તિમાર્ગમતિ કહી. તે વીતરાગત્વપૂર્વક હોય છે. તેથી જે રીતે તે થાય છે, તે રીતે આ અધ્યયન વડે કહે છે
આ ત્રણ સંબંધોથી આવેલ આ અધ્યયન છે. • x x- તેના નામ નિર્દેશને માટે નિર્યુક્તિકાર કહે છે.
• નિયુક્તિ - પ૦૦ + વિવેચન -
આદાનપ્રદથી સમ્યક્તપરાક્રમ અધ્યયન છે. ગ્રહણ કરાય તે આદાન - આ એટલે પ્રથમ અને તે પદ - નિરાકાંક્ષપણે અર્થગમકપણાથી વાક્ય જ આદાનપદ છે તેના વડે ઉપચારથી અહીં તે અભિહિત છે. તે પ્રસ્તુત સમ્યકત્વ પરાક્રમ છે. ગુણો વડે નિવૃત્ત તે ગોણ. અપ્રમાદ શ્રત. તેમાં સંવેગાદિ અહીં વર્ણવીએ છીએ, તે રૂપ જ તત્ત્વર્થ અપ્રમાદ છે. બીજા કહે છે • અપ્રમાદ પણ વીતરાગતા ફળ છે, તેની પ્રાધાન્યતાથી વીતરાગભૂત છે.
અહીં આદાનપદ નામના સૂત્ર અંતર્ગતત્વથી સૂત્ર પત્રિકા નિયુક્તિમાં જ તેનો વ્યાપાર છે, તેની ઉપેક્ષા કરીને “વીતરાગમૃત' નામ છે, તેમાં કેટલાંકને અભિમત હોવાથી, બંનેનો અનાદર કરીને અપ્રમાદભુતનો નિક્ષેપો કહે છે.
• નિર્યુક્તિ - ૫૦૮ થી ૫૧ર + વિવેચન -
અપ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદને નિક્ષેપો ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત અમિત્ર આદિમાં છે. ભાવમાં
અજ્ઞાન અસંવર આદિમાં જાણવું. શ્રતનો નિક્ષેપો પણ નામાદિ ચાર બેદે છે. યાવત તવ્યતિરિક્ત દ્રવ્ય શ્રુત પાંચ ભેદે છે - અંડજ આદિ.ભાવશ્રુત બે ભેદે છે. સમ્યફ શ્રુત અને મિથ્યાશ્રત. તેમાં આ અધ્યયનમાં “સમ્યફ ઋત” છે, તેમ જાણવું.
પાંચે ગાથા પ્રતીત છે. વિશેષ એ કે - અમિત્ર - એટલે શત્રુ આદિ. તેમાં જે અપ્રમાદી છે, તે તવ્યતિરિક્ત દ્રવ્ય અપમાદ કહેવાય છે. તેનું દ્રવ્યત્વ તથાવિધ અપ્રમાદ કાર્યના પ્રસાધકપણાથી છે. ભાવમાં વિચારતા - અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન, અસંવર એટલે અનિરુદ્ધ આશ્રવપમું. આદિ શબ્દશી કષાય પણ લેવો. આ બધામાં અપ્રમાદ અર્થાત્ આના જય પરત્વે સદા સાવધાનતા રૂપ જ થાય છે. તેમ જાણવું તે પાંચ પ્રકારે છે -
(૧) અંડજ - હંસ આદિ ઇંડામાંથી જે જન્મે છે જેમ કોઈ પટ્ટ સૂત્ર. (૨) પોંડક - જેમકે કપાસ સૂત્ર. (૩) વાલજ - જે ઘેટા આદિના વાળથી ઉત્પન્ન, જેમકે - ઉન. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org