________________
૮૫
૨૮/૧૧૦૬
(૩) વિચિકિત્સા - ફળ પ્રતિ સંદેહ, આ કષ્ટનું ફળ મળશે કે નહીં મળે. અથવા સાધુની જુગુપ્સા, આ મેલા ઘેલા શું રહેતા હશે? વગેરે નિંદા, તેનો અભાવને નિર્વિચિકિત્સા કે નિર્વિગુણા. (૪) અમૃષ્ટિ કૃતીર્થિકોની ઋદ્ધિ જોઈને પોતાના દર્શનમાં અરુચિ ન કરે. મોહવિરહિતા એવી દષ્ટિ અર્થાત્ બુદ્ધિ જેની છે તે અમૂઢદષ્ટિ. એમ ચાર અંતર આચાર કહ્યા.
હવે બાહ્ય કહે છે - (૫) ઉપબૃહણા - ગુણીજનોની પ્રશંસા દ્વારા તેમના ગુણમાં વૃદ્ધિ કરવી, જેમકે દર્શનાદિ ગુણયુક્તને કહેવું કે તમારો જન્મ સફળ છે ઇત્યાદિ. (૬) સ્થિરીકરણ • સ્વીકારેલા ધર્માનુષ્ઠાન પ્રતિ સીદાતાને ધર્મમાં સ્થિર કરવા, (૭) વાત્સલ્ય - વત્સલતાનો ભાવ, સાધર્મિક જનોને ભોજન પાન આદિ ઉચિત પ્રતિપત્તિ કરવી તે. (૮) પ્રભાવના - તેવી સ્વ તીર્થની ઉન્નતિ હેતુ ચેષ્ટામાં પ્રવર્તનરૂપ. આ આઠ દર્શનાયાર છે.
આ જ આઠ આચારોને આચરનાર ઉક્ત ફળના સંપાદક ચાય અને આ જ્ઞાનાચારદિના ઉપલક્ષક છે. અથવા દર્શનના જ જે આચારો કહ્યા, તે જ ઉક્તન્યાયથી મુક્તિમાર્ગ ખૂલત્વ સમર્થન અર્થે છે.
આ જ્ઞાન-દર્શન નામક મુક્તિ માગને બતાવીને ફરી તે જ યાત્રિરૂપ દશાવવાને માટે ભેદ કથનથી જ તેનું સ્વરૂપ ઉપદર્શિત છે. એમ માનતા આ પ્રમાણે કહે છે -
• સૂત્ર - ૧૧૭, ૧૧0૮ -
ચારિત્રના પાંચ પ્રકાર છે - સામાયિક, પસ્થાપનીર, પરિહારસિદ્ધિ, સૂક્ષ્મપરાય અને અમાસ નું યથાશ્વાત ચારિક તે છસ્થ અને કેવલી બંનેને હોય છે. જે ચારિત્ર કર્મના સમયને રિક્ત કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે.
• વિવેચન - ૧૧૦૩, ૧૧૦૮ -
સમ - સાંગત્યથી એકીભાવ વડે જે આય - જવું તે, સમાય - પ્રવર્તન, તે જેનું પ્રયોજન છે તે સામાયિક, તે સર્વ સાવધનો પરિહાર જ છે. - *- અથવા સમ - સગષ રહિત, તે જ ચિત્ત પરિણામ, તેનો આય - પ્રવર્તન તે સમાય, તે રૂ૫ સામાયિક પણ સર્વ સાવધવિરતિ રૂપ જ હોય. તે સામાયિક બે ભેદે છે - ઇવર અને યાવન્કચિક. (૧) ઇવર - ભરત અને રવતના પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થની ઉપસ્થાપનામાં છેદોપસ્થાપનીય ચાસ્ત્રિના ભાવથી તેમાં તેના વ્યપદેશનો ભાવ છે. (૨) ચાવલ્કશિક - મધ્યમ તીર્થંકરના તીર્થમાં અને મહાવિદેહમાં ઉપરથાપનાના આભાવથી તેનો વ્યપદેશ યાવજીવ સંભવે છે.
છેદ - સાતિચાર સાધુને અથવા નિરતિચાર નવા શિષ્યને, બીજા તીર્થ સંબંધી કે બીજું તીર્થ સ્વીકારતા પૂર્વ પર્યાયનો વિચ્છેદ રૂ૫, તેનાથી યુક્ત ઉપસ્થાપના મહાવત આરોપણ રૂપ જેમાં છે, તે છેદોપસ્થાપના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org