________________
૨૮/૧૦૯૨ થી ૧૧૦૨
63
પ્રસરે છે, આના વડે સમ્યકત્વ રુચિ ઉપલક્ષિત, તેના અભેદ ઉપચારથી આત્મા પણ સમ્યકત્વ કહેવાય છે. ઉપચાર નિમિત્તે તે રુચિરૂપથી આત્મા વડે પ્રસરણ. કોની જેમ? તૈલબિંદુ જળમાં પ્રસરે તેમ, તત્ત્વના એક દેશમાં ઉત્પન્ન રુચિ પણ આત્મા, તથાવિધ ક્ષયોપશમના વશથી અશેષતત્ત્વોમાં રુચિમાન થાય છે. તે આવા પ્રકારે છે. તે બીજરુચિ જાણવી. જેમ બીજથી અનુક્રમે બીજા અનેક બીજો ઉત્પન્ન થાય, તેમ રુચિ, વિષયભેદથી બીજી રુચિને ઉત્પન્ન કરે છે.
અભિગમરુચિ - જેના વડે શ્રુતજ્ઞાન અર્થ કરાય તે. અથવા જેના વડે શ્રુતજ્ઞાનનો અર્થ અધિગત થાય છે તે. તે શ્રુતજ્ઞાન કયું છે? આચાર આદિ અગિયાર અંગો, ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણકો, પરિકર્મ સૂત્રાદિ દૃષ્ટિવાદ. અંગત્વ છતાં દૃષ્ટિવાદનું પૃથક્ ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે.
વિસ્તારરુચિ - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના કર્વભાવો - એકત્વ, પૃથકત્વ આદિ સંપૂર્ણ પર્યાયો, બધાં પ્રમાણો વડે, બધાં બૈગમાદિ નયો વડે, અથવા જે નયભેદને ઇચ્છે છે, તે આ વિસ્તાર રુચિ જાણવી. વિસ્તારના વિષયપણાથી જ્ઞાનની રુચિ પણ, તે વિષયત્વથી જ્ઞાનપૂર્વિકા રુચિ.
ક્રિયાયિ - દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમાં પૂર્વોક્તરૂપે, તપ - વિનયમાં, સમિતિ - ગુપ્તિમાં ક્રિયા ભાવની રુચિ અર્થાત્ દર્શાનાદિ આચાર અનુષ્ઠાનમાં જે ભાવથી રુચિ તે નિશ્ચે ક્રિયા રુચિ છે.
- X - X" .
સંક્ષેપચિ - બીજાના મત રૂપ કુદૃષ્ટિ જેણે અંગીકાર કરી નથી. તેને તેવો સંક્ષેપચિ જાણવો સર્વજ્ઞના શાસનમાં અકુશળ હોય. બાકીનામાં અનભિજ્ઞ હોય, કપિલાદિનું પ્રવચન અનભિગૃહિત હોય, તેથી એમ જાણવું કે જેમ તે જિનપ્રવચનમાં અનભિજ્ઞ છે, તેમ બાકીના પ્રવચનોમાં પણ અનભિજ્ઞ છે? ના નહીં. ચિલાતિપુત્રવત્ પ્રશમાદિ ત્રણપદોથી સંક્ષેપથી જ તત્ત્વરુચિને પામે છે, તે સંક્ષેપરુચિ છે.
ધર્મરુચિ - ધર્માસ્તિકાય રૂપ કે અંગ પ્રવિષ્ટાદિ આગમ રૂપ અથવા સામાયિકાદિ ચારિત્ર ધર્મ તેની શ્રદ્ધા કરે. તીર્થંકરે કહેલ ધર્મની રુચિ. ધર્મ એટલે પર્યાયો અથવા ધર્મ - તે શ્રુત ધર્માદિ, તેની રુચિ. - - -
કયા લિંગો વડે આ દશદે સમ્યક્ત્વ ઉત્પન્ન થયેલ છે, એ પ્રમાણે શ્રદ્ધા કરતા કહે છે કે
♦ સૂત્ર - ૧૧૦૩ -
પરમાર્થને જાણવો, પરમાર્થના તત્ત્વદાની સેવા કરવી, વ્યાપન્ન દર્શન અને કુદર્શનથી દૂર રહેવું, સમ્યકત્વનું શ્રદ્ધાન છે.
૦ વિવેચન - ૧૧૦૩ -
પરમાર્થ - જીવાદિ, તેમાં સંસ્તવ - ગુણ કીર્તન, તેનું સ્વરૂપ, ફરી ફરી પરિભાવના જનિત કે પરિચય તે પરમાર્થ સંસ્તવ, યથાવત્ દર્શિતપણાથી ઉપલબ્ધ જીવાદિ પરમાર્થ જેના વડે તે સુદૃષ્ટ પરમાર્થા - આચાર્ય આદિ, તેમની પર્યુપાસના, યથાશક્તિ તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org