________________
૨૮/૧૦૮૪ થી ૧૦૮૦
સૂત્ર - ૧૭૮૪ થી ૧૦૮૭ -
(૧૦૮૪) ગતિ ધર્મનું લક્ષણ છે, સાધમ સ્થિતિ લક્ષણ છે. સને દ્રવ્યોનું ભાજન અવગાહ લક્ષણ આકાશ છે. (૧૦૮) વર્તનમાં ફાળનું લક્ષણ છે, ઉપયોગ જીવનું લક્ષણ છે, જે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી ઓળખાય છે. (૧૦૮૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. (૧૦૮) શબ્દ, અંધકાર, ઉધોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ યુગલના લક્ષણ છે.
• વિવેચન - ૧૦૮ થી ૧૦૮૭ -
ગમન એટલે ગતિ, દેશાંતર પ્રાપ્તિ, જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, ગતિ જેનું લક્ષણ છે તે ધમસ્તિકાય છે.• x x x x- તથા અથર્મ- અધમસ્તિકાયનું લક્ષણ સ્થિતિ - સ્થાન આથતુ ગતિ નિવૃત્તિ છે. તે જ સ્થિતિ પરિણત જીવ અને પુગલોને સ્થિતલક્ષણ કાર્ય પ્રતિ અપેક્ષા કારણત્વથી વ્યાપારીત કરાય છે, તેથી તેનાથી લક્ષ્ય કરાય છે. તેમ કહ્યું. - x x x- - *- ભાજન - આધાર, જીવ આદિ સર્વે દ્રવ્યોનો આધાર આકાશ છે. તેથી અવગાહ દાન એ આકાશનું લક્ષણ છે. તે અવગાહના માટે પ્રવૃત્તિને આલંબન રૂપ છે. આના વડે આકાશનું અવગાહ કારણવ કહ્યું. - - - - ૪- -.
જે વર્તે છે - ભવો થાય છે, તે રૂપથી તેના પ્રત્યે પ્રયોજકત્વ તે વર્ણના. તે લક્ષણ - ચિહ્ન છે, કોનું? કાળનું. અહીં એવું કહેવા માંગે છે કે જે આ શીતવાય, આપ આદિ ઋતુ વિભાગથી થાય છે. - - - - સર્વથા વર્તના વડે લક્ષ્યમાણત્વથી આ કાળ છે તેમ જાણવું.
જીવ - તેનું લક્ષણ ઉપયોગ છે, તે મતિ જ્ઞાનાદિ રૂપ ઉપયોગી છે. તે સ્વસંવિદિત જ હોય, તેને અનુભવતો રૂપ આદિના અનુભવરૂપ ઘટ આદિની જેમ જીવનું લક્ષ્ય કરાય છે. તેથી ઉપયોગને લક્ષણ કહે છે. આનો વિસ્તાર અહીં પણ કરાયો છે, અન્યત્ર પણ કરાયેલ છે, તેથી ફરી તેનો વિસ્તાર કરતા નથી. તેથી જ વિશેષગ્રાહી રૂપ જ્ઞાન વડે સામાન્યગ્રાહી દર્શન પડે, સુખ - આહાદ રૂપથી, દુઃખ - તેનાથી વિપરીત રૂપને અનુક્રમે લક્ષ્ય કરે છે. સજીવોમાં કદાચિત જ્ઞાનાદિ ઉપલબ્ધ થતાં નથી.
હવે શિષ્યોના દઢતર સંસ્કારને માટે ઉત્તલક્ષણ સિવાયના બીજા લક્ષણો (જીવના) કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન સામર્થ્ય લક્ષણ ઉપયોગ - અવહિતત્વ છે. આ જ્ઞાનાદિ તે જીવના લક્ષણ છે. આના વડે જ જીવ અનન્ય સાધારણપણાથી ઓળખાવાય છે.
આ પ્રમાણે જીવલક્ષણ કહીને પુદ્ગલ લક્ષણ કહે છે -
શબ્દ - ધ્વનિ, અંધકાર, ઉધોત- રત્નાદિ પ્રકાશ, પ્રભા - ચંદ્રાદિની દીધિતિ, છાયા, આતપ - સૂર્ય બિંબિ જનિત ઉષ્ણપ્રકાશ. વર્ણ - નીલ આદિ, રસ - તિક્ત આદિ, ગંધ સુરભિ આદિ, સ્પર્શ - શીત આદિ - 1- આ બધાં વડે તેના લક્ષ્યપણાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org