________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ; ધૂળ વગેરેર્થી યુક્ત વસ્ત્રને ઝાટકવું. (૫) વિક્ષિતા - પડિલેહણ કરેલ વસ્ત્રને બીજા અપડિલેહિત વસ્ત્રમાં રાખી દેવું. પડિલેહણ કરતી વેળાએ વસ્ત્રના છેડાને ઉંચો ફેંકવો. (૬) વેદિકા તેના પાંચ ભેદ છે - ઉર્વ વેદિકા, અધોવેદિકા, તીર્થો વેદિકા, દ્વિઘાતો વેદિકા અને એક્તો વેદિકા. તે અનુક્રમે આ પ્રમાણે છે - ઘૂંટણની ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરે. નીચે રાખીને પડિલેહણ કરે, સાંધાની વચ્ચે હાથ રાખીને પડિલેહણ કરે. બંને હાથની વયે ઘુંટણ કરીને પડિલેહે. એક ઘૂંટણ હાથ મધ્ય અને બીજી બહાર રાખીને પડિલેહણ કરે. પડિલેહણાના આ છ દોષોનો ત્યાગ કરવો.
(૧) પ્રશિથિલ - વસ્ત્રને ઢીલું પકડવું. (૨) પલંબ - વસ્ત્રને એવી રીતે પકડવું કે જેથી તેના ખૂણા લટક્તાં રહે. (૩) લોલ - પડિલેહણ કરાતા વસ્ત્રનો ભૂમિ કે હાથથી સંધર્ષણ કરવું. (૪) એકામર્શ - વસ્ત્રને વચ્ચેથી પકડીને એક દષ્ટિમાં જ આખા વસ્ત્રને જોઈ લેવું. (૫) અનકે રૂપ ધૂનના - વસ્ત્રને અનેકવાર ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે એક વારમાં જ ઝાટકવું (૬) પ્રમાણપ્રમાદ - પ્રસ્ફોટન અને પ્રમાર્જિનનું જે પ્રમાણ બતાવેલ છે. તેમાં પ્રમાદ કરવો. (૭) ગાણનોપગણના - પ્રસ્ફોટન અને પ્રમાર્જિનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાના કારણે હાથની આંગળીઓની પવરખાથી ગણના કરવી.
અહીં ત્રણ વિશેષણ પદો વડે આઠ અંગો સૂચવેલા છે. આમાં કયો ભંગ શુદ્ધ છે અને કયો અશુદ્ધ છે? અન્યૂન, અનતિસ્કિન અને અવિપરીત આ એક જ ભંગ શુદ્ધ કહો. આ ત્રણ ભંગોના સંયોગથી આઠ અંગો થાય છે. જેમ કે બીજો ભંગ અન્યૂન, અનતિરિક્ત, વિપરીત. એ પ્રમાણે સ્વ બુદ્ધિથી વિચારી લેવું. આ પ્રમાણે શુદ્ધ પડિલેહણ કરતા બીજું શું પરિહરવું?
પરસ્પર સંભાષણ, જનપદ કથા, સ્ત્રી આદિ કથાને છોડવા. બીજાને પ્રત્યાખ્યાન ન આપવું વાચના લેવી નહીં કે આપવી નહીં. શા માટે આ પ્રતિબંધો કહ્યા? પ્રતિલેખનામાં ઉક્ત કારણો પ્રમાદ થતાં પૃથ્વીકાય, અપકાય આદિ છ એ કાયોની વિરાધના સંભવે છે. - - - આના વડે જીવરક્ષાર્થત્વથી પ્રતિલેખનાના કાળે હિંસા હેતુપણાથી ઉક્ત દોષ ન સેવવા કહ્યું.
આ પ્રમાણે પહેલી પોરિસના કૃત્યો કહ્યા. હવે બીજી પોરિસિના કૃત્ય કહેવાનો અવસર છે. બીજી પોરિસિમાં ધ્યાન કરવાનું કહ્યું. આ બંને અવશ્ય કરવા જોઈએ, હવે ત્રીજી પોરિસિમાં ભિક્ષા ચર્યાદિ કહ્યા. આ ઔત્સર્ગિક વયન છે. અન્યથા વિર કલિકોને યથાકાળ ભોજનાદિ ગવેષણા કહી છે. છમાંના કોઈપણ કારણ ઉત્પન્ન થતાં ભિક્ષા ચર્યા કરે, કારણોત્પતિ વિના ન કરે. - - - આવા કારણો કહ્યા, તે આ પ્રમાણે છે -
(૧) વેદના - ભુખ, તરસની વેદનાના ઉપશમન માટે, ભુખ અને તરસથી પીડિત સાધુ ગુરુ આદિની વૈયાવચ્ચ ન કરી શકે માટે (૨) વૈયાવચ્ચને માટે. (૩) ઇ સમિતિ - નિર્જરાર્થી તેનું પાલન કરવું અર્થપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org