________________
૫૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
(૯૯૯) તમે યજ્ઞોના યષ્ટા છે, વેદના જ્ઞાતા વિદ્વાન છો. જ્યોતિના અંગોના જ્ઞાતા છો, તમે જ ધર્મોના પારગામી છો. (૧૦૦૦) તમે તમારો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો, તેથી હે ભિતુ શ્રેષ્ઠ? આ ભિક્ષા સ્વીકાર કરીને અમારા ઉપર અનુગ્રહ કરો.
• વિવેયન ૯૯૭ થી ૧૦૦૦
પૂર્વે બતાવેલા સંશયો દૂર થતાં તે વિજયઘોષ નામક બ્રાહ્મણે જયઘોષ મુનિએ કહેલ અર્થને સમ્યગ્ રીતે ગ્રહણ કરીને - અવધારીને, આ મારો ભાઈ છે, આ મહામુનિ છે એમ જાણી શું કરે છે? સંતુષ્ટ થાય છે, ઇત્યાદિ. - × - × - આ મારો સહોદર છે, એમ જાણી સંતુષ્ટ થયેલ વિજયઘોષે બે હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - બ્રાહ્મણત્વનો યથાવસ્થિત શોભન ઉપદેશ આપ્યો, તમે યજ્ઞોના યષ્ટાર છો. તમે જ વેદજ્ઞ છો, વિદ્વાન છો. અથવા હે યથાવસ્થિત વસ્તુ વૈદી! તમે જ્યોતિષાંગવિદ્ છો. સદાચારોના પારગ છો. આપે તત્ત્વવેતાપણાથી સર્વશાસ્ત્ર વારિધિ પારદર્શિત્વથી સદાચારનો નિર્વાહ કરેલ છે. તમે તાત્ત્વિકગુણયુક્તપણાથી સમર્થ છો. તો આ ભિક્ષા ગ્રહણ કરી હે તપસ્વી! અમારા ઉપર ઉપકાર કહો.
-
-
·
એ પ્રમાણે બ્રાહ્મણે કહેતા મુનિ કહે છે ૧૦૦૧ થી ૧૦૪ -
. સૂત્ર
(૧૦૦૧) મારે ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, હૈ દ્વિજા જલ્દી શ્રમણત્વ સ્વીકારી. જેથી તમારે ભયના આવર્તવાળા સંસારમાં ભ્રમણ ન કરવું પડે. (૧૦૦૨) ભોગોમાં કર્મોનો ઉપલેપ થાય છે, ભોગી કોઁથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, અભોગી તેનાથી વિમુક્ત થઈ જાય છે.
(૧૦૦૩) એક ભીનો અને એક સુકો, બે માટીના ગોળા ફેંક્યા. તે બંને દિવાલ ઉપર પડસા, જે ભીનો હતો તે ચોંટી ગયો. (૧૦૦૪) આ પ્રમાણે જ જે મનુષ્ય દુર્બુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે. તે વિષયોમાં ચોંટી જાય છે. વિત છે તે સૂક્ત ગોળા માફક ચોંટતો નથી.
• વિવેચન ૧૦૦૧ થી ૨૦૦૪ -
-
મારે સમુદાન ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, પણ જલ્દી પ્રતજ્યા સ્વીકાર. હે બ્રાહ્મણ! ભનિષ્ક્રમણથી જ મારે કાર્ય છે. આવો ઉપદેશ કેમ આપે છે? જેથી તું ભ્રમણ ન કર, ક્યાં? ઇહલોકાદિ ભય રૂપ આવર્ત જેમાં છે, તે ભયાવર્ત્ત એવા રૌદ્ર, ભવ - મનુષ્ય ભવ આદિ, દીર્ઘ ભવ સમુદ્રમાં.
આના જ સમર્થનમાં કહે છે - શબ્દાદિ ભોગો ભોગવતા કર્મનો ઉપચય થાય છે. ભોગી - શબ્દાદિ ભોગવાન, તેવા નથી તે અભોગી છે. તે કર્મોથી ઉપલિપ્ત થતાં નથી, તેથી ભોગી સંસારમાં ભમે છે, અભોગી મુક્ત થાય છે. અહીં ગૃહસ્થભાવમાં ભોગીત્વ છે. નિષ્ક્રમણમાં તેનો અભાવ છે. ગૃહીભાવના સદોષપણાથી નિષ્ક્રમણ જ યુક્ત છે, તેમ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org