________________
૨૫/૧૦૦૧ થી ૧૦૦૪
૫૫
દૃષ્ટાંતરદ્વારથી કહે છે - ભીનો અને સુકો, બે ગોળા - માટીના પિંડ ફેંક્યા. તે ભીંત ઉપર પડ્યા. પછી ભીનો ગોળો ભીંત ઉપર ચોંટી ગયો. હવે દાĪન્તિક યોજના કહે છે - એ પ્રમાણે કર્મો ચોંટે છે. કોને? જે મનુષ્ય દુર્બુદ્ધિ છે, વિષય લંપટ છે, તેને જે વિરક્ત છે. કામ ભોગથી પાંખ છે, તેને કર્મો ચોંટતા નથી, જેમ સુકો ગોળો ચોંટતો નથી. • x " x + +
મુનિએ એ પ્રમાણે પ્રજ્ઞાપના કરતા વિજયઘોષે શું કર્યુ?
♦ સૂત્ર - ૨૦૦૫
આ પ્રમાણે વિજયઘોષ, જયઘોષ મુનિની પાસે, અનુત્તર ધર્મ સાંભળીને પ્રજિત થઈ ગયા.
♦ વિવેચન - ૧૦૦૫ -
ઉક્ત પ્રકારે તે વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષ મુનિ સમીપે પ્રવ્રજ્યા સ્વીકારી, ક્યારે? અહિંસાદિ અનુત્તર ધર્મ સાંભળીને. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા, બંનેના નિષ્ક્રમણનું ફળ કહે છે -
-
• સૂત્ર - ૧૦૦૬
જયઘોષ અને વિજયઘોષ મુનિએ સંયમ અને તપ દ્વારા પૂર્વ - સંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. એમ હું કહું છું.
• વિવેચન
૧૦૦૬
અર્થ સુગમ છે. હવે સકલ અધ્યયનના તાત્પર્યાર્થને દર્શાવવા માટે સૂત્ર । સ્પર્શિક નિયુક્તિ કહે છે -
-
Jain Education International
-
• નિર્યુક્તિ - ૪૭૭ થી ૪૮૩
એકરાત્રિકી પ્રતિમાથી વિચરતા એવા તે મુનિ પૃથ્વી ઉપર ચાલતા વાણારસી નગરીએ પહોંચ્યા, તે ઉધાનમાં રહ્યા. માસક્ષમણથી ખેદિત શરીરવાળા તેઓ ભિક્ષાર્થે બ્રાહ્મણના યજ્ઞ પાટકમાં ઉપસ્થિત થયા. ત્યાં તે જયઘોષ મુનિને કહ્યું તમે શા માટે આવ્યા છો? અમે તમને અહીં કશું આપીશું નહીં. તમે બીજે ભિક્ષા માટે જાઓ. યજ્ઞ પાટકમાં આ પ્રમાણે યાચના કરતા તેમને પ્રતિષેધ કરાતા તે પરમાર્થના સારને જાણતા મુનિ લેશ માત્ર સંતુષ્ટ કે રોપાયમાન ન થયા.
પછી તે અણગારે કહ્યું. હે યાજક! આયુષ્યમાન્! તમે વ્રતચર્યા ભિક્ષાચર્યા અને સાધુનું આચરણ જે ઉપદેશાયેલ તેને સાંભળો રાજ્ય અને રાજ્યલક્ષીને છોડીને આવેલા પણ ભિક્ષા માટે અનુયરે છે. નિઃસંગ એવા શ્રમણને ભિક્ષા ચર્યા જ કરણ રૂપ છે. વિજયઘોષ યાજકે જયઘોષને સારી રીતે જાણીને કહ્યું - હે ભગવન્! અહીં ઘણું અન્ન છે, તમે તેને ખાઓ.
ત્યારે જયઘોષ મુનિને કહ્યું - મારે ભિક્ષાથી કોઈ કાર્ય નથી. ધર્મચરણથી કાર્ય છે. ધર્મચરણને સ્વીકાર, સંસારમાં ભટક નહીં. તે શ્રમણની પાસે ધર્મ સાંભળીને સમ મનવાળા થયેલા વિજય ઘોષે દિક્ષા લીધી. તે બંને જયઘોષ અને વિજયઘોષ મુનિ
For Private & Personal Use Only
www.jainelibrary.org