________________
૫૩
૨૫/૯૭૧ થી ૯૭૪ ચોગથી પાત્રભૂત બ્રાહ્મણ થાય, પણ તમે કહેલ રીતે નહીં. પશૂઓનો વિનાશ કરવાને માટે બંધાય તે પશુબંધ, પાપના હેતુ ભૂત પશુબંધ આદિ અનુષ્ઠાનથી હરિકેશીય અધ્યયનમાં ઉક્ત વિધિ વડે બેદના માધ્યેતા કે યજ્ઞ કતાં તમારું રક્ષણ કરી શક્તા નથી. કેમકે તેના વડે જ હિંસાદિ પ્રવર્તનથી દુરાચાર છે. કેમકે તે જ્ઞાનાવરણાદિ કમાં દુર્ગતિમાં લઈ જવાને માટે સમર્થ છે. તે તમારા બોધ મુજબ વેદાધ્યયનમાં અને યજ્ઞમાં થાય છે. અહીં દુર્ગતિના હેતુપણાથી સ્વર્ગના હેતુપણાનો અમલાપ થાય છે, તે પણ કહી દીધું - x x-.
આ પ્રમાણે આ બધાંના યોગથી બ્રાહ્મણ પાત્રભૂત થતાં નથી. પરંતુ અંતર અભિહિત ગુણ જ પાત્રભૂત થાય છે.
માત્ર મુંડિત • કેશને દૂર કરવા પણાથી જેનું મન સમ નથી, તે શ્રમણ ન કહેવાય. છે કાર ઉપલક્ષણથી “ ભૂર્ભુવ:” ઇત્યાદિ માત્ર ઉચ્ચારણ રૂપથી બ્રાહ્મણ ન થાય. અરણ્યવાસ મારાથી કોઈ મુનિ ન થાય. દર્ભ વિશેષના વસ્ત્રો તે વલ્કલ પહેરવા માત્રથી કોઈ તાપસ ન થાય. - x- તો પછી આ બધું કઈ રીતે સંભવે છે?
રાગ દ્વેષના અભાવ રૂ૫ સમપણાથી શ્રમણ થાય, બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. બ્રહ્મ બે ભેદે છે - શબ્દ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત તે પર બ્રહ્મને પામે છે. આ પર બ્રહ્મમાં વરિષ્ઠ જે પૂર્વે અહિંસાદિ કહ્યા, તે રૂપ જ બ્રહ્મ કહેવાય છે, તેના વડે બ્રાહ્મણ થાય છે. જ્ઞાનથી - હિત અને અહિતના બોધથી મનિ થાય છે. બાહ્ય અવ્યંતર તપના ભેદથી તાપસ થાય છે. સર્વથા અભિધાન અન્યથા અનુપપતિ હેતુથી કહેલ છે.
કર્મથી - ક્રિયાથી બ્રાહ્મણ થાય છે. કહે છે કે - ક્ષમા, દાન, દમ, ધ્યાન, સત્ય, શૌય, ધૃતિ, દયા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય એ બ્રાહ્મણના લક્ષણ છે. કર્મયી-ક્ષતબાણ લક્ષણથી ક્ષત્રિય થાય છે. કર્મશી - કૃષિ, પશુપાલનાદિથી વૈશ્ય થાય છે. કર્મથી - શોચન આદિ હેતુ પ્રેષાદિ સંપાદન રૂપ શુદ્ધ થાય છે. કર્મના અભાવે બ્રાહ્મણાદિ વ્યયદેશ યોગ્ય નથી. - X- X•
શું આ બધું તમારી બુદ્ધિથી કહો છો? ના, અનંતરોક્ત અહિંસાદિ અર્થને બ્રદ્ધ- તત્પના જ્ઞાતાએ પ્રગટ કરેલ છે. આત્માને નિર્મળ કરનાર વડે પ્રકાશના હેતુથી અહિંસાદિ ધર્મ જેનાથી થાય છે તે, કેવલી - સર્વકર્મથી વિનિમુક્ત, તે અભિહિત ગમને અથવા તવથી સ્નાતકને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે - ઉક્ત પ્રકારના ગુણોથી અહિંસા આદિ યુક્ત. એટલે કે ગુણ સમાયુક્ત જે હોય છે, તે દ્વિજોત્તમ - બ્રાહ્મણપ્રધાન સંસારથી ઉદ્ધરવાને સમર્થ છે. અથતિ મુક્તિપદમાં સ્થાપવાને પોતાને અને બીજાને માટે સમર્થ છે. -૦- જયઘોષ મુનિએ આમ કહ્યા પછી -
• સૂત્ર - ૯૬૭ થી ૧૦૦૦
(૯૯૭) આ પ્રમાણે સરાય નષ્ટ થતાં વિજયશોક બ્રાહ્મણો મહામુનિ જયઘોષની વાણીને સગફ રૂપે સ્વીકારી. (૯૯૮) સંતુષ્ટ થયેલા વિજયશોધે હાથ જોડીને કહ્યું - તમે મને યથાર્થ બ્રાહમણત્વનો ઘણો સારો ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org