________________
૫૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
થશે? તે જ તીર્થંકરના વચન - આગમમાં સ્ત રહે છે. અર્થાત્ સર્વત્ર નિસ્પૃહત્વથી આગમના અર્થમાં અનુષ્ઠાન પર પણાથી તેમાં રતિવાળા થાય છે. અથવા પ્રવજ્યા પર્યાયથી ગાહસ્થ પર્યાપ્તને આવેલા જોઈને રાગવાળા થાય. તથા પ્રવજ્યાને ગ્રહણ કરતાં ખેદ ન પામે, પણ આ મનુષ્ય જન્મનું ફળ છે એમ માનતા તે જલ્દીથી જ
અભિનિષ્ક્રમણ કરે છે.
નિતિ
જેમ જાત રૂપ સુવર્ણ મહાર્ય છે, તેમ મુક્તિરૂપ પ્રયોજન પણ મહાર્થ છે. તથા ભસ્મ કરાયેલ મલની જેમ આત્માના વિશુદ્ધ સ્વરૂપ ધાતીપણાથી પાપજ પાપક છે. જેનાથી આ નિતિમલ પાપક છે. વળી બીજું - રાગ એટલે પ્રતિબંધ રૂપ અને દ્વેષ - અપ્રીતિરૂપ, ભય - તે ઇહલોક ભયાદિ, તેને કાઢી મૂકેલ છે તે રાગાદિ રહિત છે. જાત રૂપ સુવર્ણનો બાહ્ય ગુણ તે તેજનો પ્રર્ષ છે અને અગ્નિ વડે નિર્ધાત મલને અંતર ગુણ છે. તેથી જાન્યરૂપની માફક બાહ્ય અત્યંતર ગુણ ચુક્ત અર્થાત્ રાગાદિ રહિ છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
-
ત્રસ પ્રાણીને જાણીને સંક્ષેપથી અને વિસ્તારથી તથા સ્થાવર એટલે પૃથ્વી આદિને અથવા સંગ્રહાય તે સંગ્રહ - વર્ષાકલ્પાદિ, તે હેતુથી જીવરક્ષાર્થત્વથી તેને અને ચ શબ્દથી સ્થાવરોને ન હણે, આવી હિંસા મન, વચન, કાયાના યોગથી ન કરે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે ક્રોધાદિથી જૂઠુ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. માનનું ક્રોધ અને માયાનું લોભ ઉપલક્ષણ છે. કેમકે તે પ્રાયઃ તેના સહચારી છે - ૪ - ૪ - સચિત્ત તે દ્વિપદ આદિ, અચિત્ત તે સ્વર્ણ આદિ, અલ્પ તે સંખ્યાના પ્રમાણથી સ્તોક અથવા બહુ પ્રસુર, તે અદત્તને ગ્રહણ ન કરે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ૪ - ૪ - .
દેવના વિષયપણાથી દિવ્ય, મનુષ્યના વિષયપણાથી માનુષ, તિર્યંચમાં થાય તે તૈશ્વ, એવા મૈથુનને જે સેવતા નથી. કઈ રીતે ? મનથી - ચિત્ત વડે, કાયાથી - શરીર વડે, વાક્યથી - વચન વડે, તે બ્રાહ્મણ છે.
જેમ કમળ જળમાં ઉત્પન્ન થઈ, તેનો પરિત્યાગ કરી, ઉપર રહેવા છતાં જળથી લેપાતું નથી. તેમ જે મનોજ્ઞ શબ્દાદિ વડે લેપાતા નથી, ભલે બાલ્યપણાથી તેના વડે જ વૃદ્ધિ પામે છે અને તેની મધ્યે જ ઉત્પન્ન થાય છે, તો પણ નથી લેપાતા, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ૪ - ૪ - -
આ મૂલગુણના યોગથી તાત્ત્વિક બ્રાહ્મણપણાને જણાવીને હવે ઉત્તરગુણના યોગથી તેને કહીએ છીએ - જે આહારાદિમાં લંપટ નથી, મુધાજીવી - અજ્ઞાત ઉંછ માત્ર આજીવિકાવાળા છે, અણગાર, અકિંચન છે. ગૃહસ્થો સાથે અસંબદ્ધ છે, આના વડે પિંડવિશુદ્ધિ રૂપ ઉત્તર ગુણ યુક્તત્વ કહ્યું. ઉક્ત ગુણવાળાને અમે બ્રાહ્મણ કહીએ છીએ. માતા આદિ પૂર્વ સંબંધ, શ્વસૂર આદિ જ્ઞાતિ સંબંધ, બાંધવો આદિનો ત્યાગ કરીને જે ભોગમાં આસક્ત નથી તેને બ્રાહ્મણ કહીએ છીએ. આના વડે અતિ નિસ્પૃહતાના અભિધાનથી ઉત્તગુણો કહ્યા.
કદાચ જો આ વેદ અધ્યયન અને યજન ભવથી રક્ષણ કરનાર બને તો તેના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International