SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/૯૭૧ થી ૯૭૪ • સૂત્ર - ૯૭૧ થી ૯૭૪ - (૯૭૧) ત્યાં તે પ્રમાણે યાજક દ્વારા ઈન્કાર કરાતાં ઉત્તમાર્ગના ગષક તે મહામુનિ ન હૃદ્ધ થયા, ન પ્રસન્ન થયા. (૯૭૨) ન અક્ષને માટે, ન જળને માટે, ન જીવનનિર્વાહને માટે, પરંતુ તેમના વિમોક્ષણને માટે મુનિએ આ પ્રમાણે કહ્યું. (૯૭૩) તું વેદના મુખને નથી જાણતો, યજ્ઞને જાણતો નથી, નક્ષત્રોનું મુખને નથી જાણતો, ધર્મોના મુખને પણ જાણતો નથી. (૯૭૪) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તેને તું નથી જાણતો, જે જાણે છે તો બતાવ. • વિવેચન - ૯૭૧ થી ૯9૪ - તે જયઘોષ મુનિ ઉક્ત પ્રકારે પ્રતિષેધ કરાતા યજ્ઞકર્તા વિયઘોષ બ્રાહ્મણ પ્રતિ ન રોષ પામ્યા, ન પરિતોષ પામ્યા, પણ સમભાવથી જ રહ્યા. કેમકે મોક્ષાની જ ગવેષણા કરતા તે મુક્તિ સિવાય બધે નિસ્પૃહ હતા. તેમણે ઓદનાદિ, આચાપ્તાદિ કે વસ્ત્રાદિ વડે યાપનના નિમિત્તે નહીં પણ ફકત યાજકોના વિમોક્ષાર્થે આવા વચનો કહ્યા • તું વેદોના મુખને જાણતો નથી, તેમાં પ્રધાન એવા યજ્ઞના મુખ - ઉપાયને જાણતો નથી. નક્ષત્રોનું મુખ જાણતો નથી, ધર્મોનો ઉપાય પણ જાણતો નથી. આના વડે તેમના વેદ, યજ્ઞ, જ્યોતિષ, ધમદિનું અજાણપણું બતાવ્યું. હવે પાત્રની અવિજ્ઞતા બતાવીને કહે છે - જે જાણતા હો તો કહો, આ આક્ષેપવિધાન છે. આ પ્રમાણે તે મુનિએ આક્ષેપ કરતાં, તેણે શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૯૭૫ થી ૯૦૭ : તેના આક્ષેપોના ઉત્તર દેવામાં અસમર્થ બ્રાહાણે પોતાની સમગ્ર પર્ષદ સાથે હાથ જોડીને તે મહામુનિને પૂછયું - હે મુનિ તમે કહો, વેદોનું મુખ શું છે? યજ્ઞોનું મુખ શું છે? નક્ષત્રોનું મુખ શું છે? ધમનું મુખ પણ કો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ છે, તે પણ મને બતાવો. તે સાધુ! મારા આ બધાં સંશયો પૂછું છું, તે બતાવ. • વિવેચન - ૯૭૫ થી ૯૭૭ - | મુનિના પ્રશ્નોના પ્રતિવચન કહેવામાં અસમર્થ એવાને બ્રાહ્મણે સભા સહિત બંને હાથના સંપુટ રૂપ અંજલિ જોડીને પૂછ્યું. હે મહામુનિ મને વેદોનું મુખ આદિ કહે. વારંવાર “કહો” શબ્દ અતિ આદર બતાવવાને માટે છે. મને આ સંશય છે, હે સાધુ તે મને કહો. આમ પૂછતા મુનિએ કહ્યું- - સૂત્ર - ૯૭૮ થી ૯૯૬ - (૯૭૮) વેદોનું મુખ અનિહોત્ર છે, યજ્ઞોનું મુખ અજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્માનું મુખ કાયા - વલભદેવ છે. (૯૭૯) જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વેદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ કષભ દેવ છે. (૯૮૦) વિધા બ્રાહ્મણની 3/4) www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy