________________
૫૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, તે સ્વાધ્યાય અને તપથી તે જ રીતે આચ્છાદિત છે, જે રીતે રાગથી અનિ આચ્છાદિત હોય છે. (૯૮૧) જેને લોકમાં કુશળોએ બ્રાહ્મણ કહ્યા છે, જે અગ્નિ સમાન સદા પૂજનીય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૮૨) જે પ્રિય સ્વજનાદિ આવતા આસકત દાતા નથી, જય ત્યારે શોક કરતા નથી. જે આર્સ વાનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૩) કસોટી ઉપર ફરેલ નિ દ્વારા દૂધમલ થયેલ સોના જેવા વિરુદ્ધ છે, રાગ - હેપ - ભયથી મુક્ત છે. તેને અમે બ્રાહમણ કહીએ છીએ.
(૯૮૪) જે તપસ્વી, કૃશ, દાંત છે. જેના માંસ અને લોહી અપાચિત થઈ ગયા છે, જે સુન્નત છે. શાંત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૫) જે ત્રસ અને સ્થાવર જીdોને સમ્યફપણે જાણીને, તેમની મનવચન-કાયાથી હિંસા કરતા નથી. તેને અમે લહાણ કહીએ છીએ. (૯૮૬) જે ક્રોધ, હાસ્ય, લોભ કે ભયથી જૂઠ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ,
(૯૮) જે સચિત્ત કે અચિત્ત થોડુ કે વધુ અદત્ત વૈતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૮) જે દેવ, મનુષ્ય, તિલચ સંબંધી મૈથુનને મન, વચન, કાયાથી સેવતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૮૯) જે પ્રમાણે જળમાં ઉત્પન્ન કમળ જળથી લિક થતું નથી. તે પ્રમાણે જે કામ ભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૯૦) જે રસાદિમાં લોલુપ નથી, નિદધ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે. ગૃહત્યાગી છે, જે અકિંચન છે, ગૃહસ્થોમાં અનાસક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૯૧) તે દુશીલને પશુબંધના હેતુ સર્વ વેદ અને પાપકર્મથી કરાતા યજ્ઞ બચાવી શક્તા નથી, કૅમ કે કમ બળવાન છે.
(૯૯૨) માત્ર મસ્તક મુંડાવાથી કોઈ પણ નટણી થતો. મુનો જપ કરવાથી બ્રહાણ નથી થતો, અરયમાં રહેવાથી મન નથી થતો. કુશના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી દાતા નથી. (૯૯૩) સમભાવથી શમણ થાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય, જ્ઞાનથી મુનિ થાય અને તપથી તપસ્વી થાય છે.
(૯૯૪) કર્મથી બ્રાહ્મણ થાય છે. કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે અને કર્મથી શુદ્ધ થાય છે. (૯૯૫) અરહંતે આ તત્ત્વોની પ્રરૂપણ કરી છે. તેના દ્વારા જે સ્નાતક થાય, તે સર્વ કર્મથી મુક્તને બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૬) આ પ્રમાણે જે ગુણ સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તે જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org