________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સમૂહનો નિગ્રહ કરનાર, માર્ગગામી, મહામુનિ થઈ ગયા. એક દિવસ ગ્રામાનુગ્રામ વિરતા વાણારસી પહોંચ્યા. (૯૬૫) વાણારસીની બહાર મનોરથ ઉધાનમાં પ્રાસુક શય્યા અને સંસ્તારક લઈને ત્યાં રહ્યા. • વિવેચન - ૯૬૩ થી ૯૬૫
*.
બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ માતાની જાતિ અન્યથા હોય તો બ્રાહ્મણ ન થાય. તેથી વિપ્ર કહ્યું. અવશ્ય યાયાજી, ક્યાં? યમ એટલે પ્રાણાતિપાત વિરતિ આદિ રૂપ પાંચ, તે જ યજ્ઞ - ભાવ પૂજા રૂપત્તથી વિવક્ષિત પૂજા પ્રતિ યમયજ્ઞ. ત્યાં વિશ્વ વિપ્રાચાર નિરતપણાથી રહેતો. ચમ - પ્રાણીના સંહારકારિતાથી યમ, તેવો આ યજ્ઞ તે યમયજ્ઞ અર્થાત્ દ્રવ્યયજ્ઞ. સ્પર્શન આદિ સમૂહમાં સ્વસ્વ વિષયથી નિવર્તન વડે ઇન્દ્રિય ગ્રામ નિગ્રાહી, તેથી જ મુક્તિ પય જનાર, તેઓ વિચતા વાણારસી બહારના ઉધાનમાં
આવ્યા.
ત્યારે તે નગરી જેવી હતી, ત્યાં જે થતું હતું તે કહે છે.
•સૂત્ર ૯૬૬, ૬૭ -
તે સમયે તે નગરીમાં વેદજ્ઞાતા વિજયઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો... માસક્ષમણના પારણે ભિક્ષાને માટે તે જયઘોષ મુનિ ત્યાં વિજયઘોષના યજ્ઞમાં ઉપસ્થિત થયા.
-
• વિવેચન - ૯૬૬, ૯૬૭ -
તે કાળે જ્યાં વાણારસીમાં વેદવિદ્ યજ્ઞ કરતો હતો. ત્યાં ભિક્ષાર્થે જયઘોષ મુનિ પધાર્યા. ત્યારે યાજકે જે કર્યું, તે કહે છે -
♦ સૂત્ર
૯૬૮ થી ૯૭૦
(૯૬૮) યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થે આવેલ મુનિને ઇન્કાર કરે છે કે - “હું તમને ભિક્ષા આપીશ નહીં. હે ભિક્ષુ! અન્યત્ર સાસના કરો. (૯૬૯) જે વેદોના જ્ઞાતા છે, વિષ છે, યજ્ઞ કરનાર દ્વિજ છે, જ્યોતિષના અંગોનો જ્ઞાતા છે, ધર્મ શાસ્ત્રોનો પારગામી છે - (૯૭૦) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. હૈ ભિક્ષુ આ સર્વકામિત અન્ન તેને જ આપવાનું છે,
• વિવેચન
૯૬૮ થી ૯૭૦
-
Jain Education International
-
-
વિજયઘોષ બ્રાહ્મણ જે યજ્ઞકર્તા હતો, તેણે ભિક્ષાર્થે આવેલા મુનિને ભિક્ષા આપવાની ના પાડી. કહ્યું કે - અહીંથી બીજે જઈને યાયના કરો. એમ શા માટે કહ્યું? જે વિપ્ર જાતિના છે, યજ્ઞના પ્રયોજનવાળા છે, સંસ્કારથી જે દ્વિજ છે, જ્યોતિપ્ શાસ્ત્રના વેતા છે, અહીં જ્યોતિષનું ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે, અન્યથા પ ંગમાં તેનું ગ્રહણ છે જ. ધર્મશાસ્ત્ર પારગ છે. ચૌદવિધાનો પારગામી છે, તેથી જ જે ભવસમુદ્રથી ઉદ્ધરવા સમર્થ છે. તેવાને જ સર્વને અભિલષિત, છ રસયુક્ત આ ભોજન આપવાનું છે.
મુનિને એ પ્રમાણે કહેતા તેણે શું કર્યુ? તે કહે છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org