________________
૪૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૯૩૨, ૯૩૩ -
આ પ્રમાણે સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશકુમારે મહાન યશસ્વી ગૌતમને મસ્તકથી વંદના કરી, પ્રથમ અને અંતિમ જિનો દ્વારા ઉપદિષ્ટ અને સુખાવહ પંચમહાવ્રતરૂપ ધર્મ માર્ગમાં ભાવથી પ્રવેશ્યા.
• વિવેચન - ૯૩૨, ૯૩૩ -
આવા પ્રકારે ઉક્ત રૂપ સંશય દૂર થયા. પૂર્વે ચતુર્યામ ધર્મ જ સ્વીકારેલ. હવે પંચયામ ધર્મ કહે છે. તે પહેલાં અને છેલ્લા તીર્થકર સંબંધી છે. - - -
હવે અધ્યયનનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર : ૯૩૪ -
હિંદુક ઉધાનમાં કેરી અને ગૌતમ બંનેનો જે આ મેળાપ થયો, તેમાં મૃત અને શીલનો ઉત્કર્ષ તથા મહાનો વિનિશ્ચય થયો.
• વિવેચન - ૯૩૪ -
કેશી અને ગૌતમને આશ્રીને સદા તે નગરીના અવસ્થાનની અપેક્ષાથી મેળાપ થયો. શ્રુતજ્ઞાન અને ચાસ્ત્રિનો સમુત્કર્ષ થયો. મુક્તિસાધકપણાથી મહાપ્રયોજનવાળા જે અર્થો - શિક્ષાવત આદિ છે, તેનો વિશિષ્ટ નિર્ણય - X* X•
હવે શેષ પર્ષદામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૯૩૫/૧ સમગ્ર સભા ધર્મથી સંતુષ્ટ થઈ, તેથી સન્માર્ગે ઉપસ્થિત • વિવેચન - ૯૩૫/૧
તોષિા - પરિતોષ પામ્યા. પાર્ષા - દેવ, મનુષ્ય, અસુરની સભા. સામા - મુક્તિમાર્ગને આરાધવાને માટે. ઉભયત્ર ઉધત થયા,
અહીં સબુતગુણમાં સત્ ચાસ્ત્રિ વર્ણન દ્વારથી તે બંનેની સ્તવના કરવા પ્રણિધાન કહે છે -
• સૂત્ર - ૯૩૫/૨
પર્ષદએ કેશી અને ગૌતમ ભગવનની સ્તુતિ કરી, તે બંને પ્રસન્ન રહ્યા. તેમ હું કહું છું.
• વિવેચન - ૯૩પર તે બંનેને સખ્ય અભિવંદના કરી. ઇત્યાદિ - - -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org