________________
અધ્ય. ૨૪ ભૂમિકા અધ્યયન
-
૨૪
X
X
૦ અધ્યયન - ૨૩ - કહ્યું, હવે ચોવીશમું કહે છે. તેનો આ સંબંધ છે, અનંતર અધ્યયનમાં બીજા પણ ચિત્ત વિષ્ણુતિ પામેલ હોય, તેને દૂર કરવા કેશિ - ગૌતમવત્ પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું. અહીં તેને દૂર કરવા સમ્યગ્ વાગ્ યોગથી જ થાય. તે પ્રવચન માતાના સ્વરૂપના જ્ઞાનથી થાય. તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. - × - નામ નિષ્પન્ન નિક્ષેપમાં ‘પ્રવચન માતા' એ દ્વિપદ નામ છે. તેમાં ‘પ્રવચન” શબ્દનો નિક્ષેપ કહેવાને માટે નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૪૫૯ થી ૪૬૨ + વિવેચન
પ્રવચનનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યપ્રવચન બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી પ્રવચન ત્રણ ભેદે - શરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્તમાં કુતીર્થઆદિ. ભાવમાં દ્વાદશાંગ ગણિપિટક. ‘માતા'નો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે૦ ઇત્યાદિ ભાવમાં સમિતિ એ માતા છે. તેનું વિવેચન કરતાં કહે છે - * * * તદ્બતિરિક્ત દ્રવ્યપ્રવચનમાં કુતીર્થિઆદિમાં તથા સુતીર્થોમાં ઋષભાદિ સંબંધી પુસ્તકાદિમાં રહેલ કે બોલાતું. ભાવમાં આચારથી દૃષ્ટિવાદ પર્યન્ત બાર અંગ, ગણિ - આચાર્ય, તેમની પિટક - સર્વસ્વનો આધાર તે ગણિપિટક જાણવી. - - * - X -, 'માતા' શબ્દનો નિક્ષેપો કહે છે તે નામાદિ ચાર ભેદે છે. તેમાં - x - તદ્રવ્યવ્યતિરિક્ત માતામાં કાંસ્યપાત્રાદિમાં મોદકાદિ માત અંત, તે દ્રવ્ય-માત. ભાવમાં ઇર્યા સમિતિ આદિ માતા કહેવાય છે.
Jain Education International
“પ્રવચનમાતા”
--
→
એ પ્રમાણે નિર્યુક્તિ કૃત ‘માત’ શબ્દનો નિક્ષેપ કર્યો. માય પદના ‘માતા' એ પ્રમાણે સંસ્કાર થાય. ત્યારે દ્રવ્યમાતા તે જનની, ભાવ માતાતે સમિતિ, એમાંથી જ પ્રવચનનો જન્મ થાય છે. હવે નામનો અન્વર્ય -
-
*૧
• સૂત્ર - ૪૬૩ + વિવેચન -
આઠે પણ સમિતિમાં પ્રવચન સંભવે છે. તેથી તેને અહીં કહે છે. તેથી પ્રવચનમાતા કે પ્રવચનમાતૃના ઉપચારથી આ અધ્યયન જાણવું નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહેવું જોઈએ તે સૂત્ર આ છે -
• સૂત્ર - ૬૩૬ થી ૯૩૮
(૯૩૬) સમિતિ અને ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતા છે. સમિતિ પાંચ છે, ગુપ્તિ ત્રણ છે. (૯૩૭) ઇર્ચા, ભાષા, એષણા, દાન, ઉચ્ચાર સમિતિ તથા મનોગુપ્તિ, વાનગુપ્તિ અને કાયગુપ્તિ એ આઠ છે. (૯૩૮) આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ રૂપ સમગ્ર પ્રવચન અંતભૂત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org