________________
૨૩૮૮૦
૩ ૩ • વિવેચન - ૮૮૦ - પૂર્વવતું. હવે ત્રીજું દ્વાર, શત્રુના પરાજયને આશ્રીને કહે છે - • સૂત્ર - ૮૮૧ થી ૮૮૪ -
(૮૮૧) હે ગીતમાં અનેક હજાર શશુઓ વચ્ચે તમે ઉભા છો. તે તમને જીતવા ઇચ્છે છે, તમે તેને કઈ રીતે જીત્યા? (૮૮૨) ગૌતમે કહ્યું - એક જીતતા પાંચને જીત્યા. પાંચ તતા દશને જીત્યા. દશને જીતીને મે બધાં શાબુને જીતી લીધા. (૮૮૩) હે ગૌતમ તે શત્રુઓ કોણ છે? કેશીએ આ પ્રમાણે પૂછતાં ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૮૪) હે મુનિા ન જીતેલો એક પોતાનો આત્મા જ શબુ છે. કપાસ અને ઇંદ્રિયો પણ શ છે. તેને જીતીને નિતિ અનુસાર હું વિચરણ કરું છું.
• વિવેચન - ૮૮૧ થી ૮૮૪ • - ઘણાં હજારો શત્રુઓ મધ્યે હે ગૌતમાં તમે રહો છો. તે શત્રુઓ તમને જીતવા આવી રહ્યા છે. આના વડે કેવળ જ્ઞાનની અનુત્પત્તિ દર્શાવી. પણ તમારા પ્રશમ આદિથી તેને તમે જીત્યા જણાય છે. તો કયા પ્રકારે આ શત્રુઓને તમે જીતેલા છે? આ પ્રમાણે કેશી સ્વામીએ કહેતા, ગૌતમે કહ્યું -
સર્વ ભાવ શત્રુ પ્રધાન એક આત્માને જિનતા પાંચ જિતાયા છે. એક તે આત્મા અને બીજા ચાર કષાયો. પાંચ જિતાતા દશ જિતાયા છે. તે પાંચ ઇંદ્રિયો. ઉક્ત પ્રકારે દશ શત્રુને જિતવાથી બધાં જ શત્રુઓ નોકષાય આદિ અને તેના ઉત્તરોત્તર અનેક હજાર ભેદો જીતાયા છે. આના વડે પહેલા જેનો જય કરવાનો છે તે કહ્યો. ત્યારપછી શબુ કોણ? તે કહેવાથી કેશીએ ગૌતમને પૂછયું - જો શત્રુને પણ જાણતા નથી, તો તેની મધ્યે કઈ રીતે રહે? ઇત્યાદિ - ૪• અજ્ઞજનને પ્રતિબોધ કરવાને માટે જ બધી જ્ઞ પૃચ્છા છે. કેમકે પૂર્વે જ કહ્યું કે - મણ જ્ઞાનથી ચુકાને આવું અપરિજ્ઞાન ક્યાંથી હોય?
એક આત્મા - જીવ કે ચિત્ત, તેને વશીકૃતન કરેલ હોય તો તે અનેક અનર્થોની પ્રાપ્તિનો હેતુ હોવાથી શત્રુ જ છે. તેથી કષાયો પણ શત્રુ છે. તેના કારણે સ્પર્શનાદિ ઇંદ્રિયો પણ કષાય છે, તેથી નોકષાયો પણ શત્રુ છે. અહીં કષાયોના પહેલાથી ઉપાદાન વડે ઇંદ્રિયો પણ કષાયના વશથી અનર્થનો હેતુ જણાવવાને માટે છે. હવે ઉપસંહાર હેતુથી તેના જયનું ફળ કહે છે. - ઉક્તરૂપ શત્રુને હરાવીને યથોક્ત નીતિને અતિક્રખ્યા વિના તેની મધ્યે રહેવા છતાં હું પ્રતિબદ્ધ વિહારથી વિચરું છું. તે જ પ્રતિબંધ હેતુ પણે હોવાથી તેના વિબંધકપણાનો અભાવ દર્શાવ્યો. મુનિ એ કેશીનું આમંત્રણ છે.
એ પ્રમાણે ગૌતમે કહેતા કેશી સ્વામી કહે છે - • સૂત્ર - ૮૮૫ -
હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર ફ. માટે બીજે પણ એક સંદેહ છે, તે વિષયમાં તમે મને કહો : 39/3]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org