________________
૩ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 અભિધાન વિનયથી અપેક્ષાથી છે. તેને મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન યુક્તને આવા પ્રકારનો સંશય ન સંભવે. આ રીતે બધે વિચારવું.
હે ગૌતમ !મને બીજો પણ સંશય છે, તે મને કહો. આથત તવિષયક અર્થને યથાવત પ્રતિપાદિત કરો. હવે બીજું દ્વાર - જેના વડે આ વ્રતી છે તેમ જણાય તે લિંગ - વષકલ્પ આદિ રૂપ વેશ. તેને આશ્રીને કહે છે - અયેલક, લિંગ બે ભેદે - અસેલફપણાથી અને વિવિધ વસ્ત્ર ધારકપણાથી. એ પ્રમાણે કેશીએ કહેતા, ગૌતમ વચન અભિઘાયક ત્રણ સૂત્ર -
• સૂત્ર • ૮૭૭ થી ૮૯
કેશી આ કથન કરતાં, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - વિશિષ્ટ જ્ઞાનથી ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની અનુમતિ અપાઈ છે. વિવિધ પ્રકારના ઉપકરણોનો વિકલા લોકોની પ્રતીતિને માટે છે. સંયમ - યાત્રાના નિવહિને માટે અને હું સાધુ છુ? તેની પ્રતીતિ માટે લોકમાં લિંગનું પ્રયોજન છે. વાસ્તવમાં બને તીર્થકરોનો એક જ સિદ્ધાંત છે. મોક્ષના વાસ્તવિક સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે.
વિવેચન • ૮૭૭ થી ૮૯
વિશિષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન - તે કેવળજ્ઞાન જ છે. તેના વડે જેને જે ઉચિત છે, તે તેને જાણીને ધમપકરણ - વષદિ કલ્પને પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીએ અનુમત કરેલ છે. વર્ધમાન સ્વામીના સાધુને લાલ વગેરે વસ્ત્રાદિની અનુજ્ઞાથી વક્ર અને જડત્વથી વસ્ત્રને રંગવા આદિ પ્રવૃત્તિ અતિ દુર્નિવાર્ય થાય છે. તેથી તેની અનુજ્ઞા આપી નથી. પાર્શ્વનાથના શિષ્યોમાં તેવું ન થાય, તેથી તેને ધમોંપકરણમાં તેવી અનુજ્ઞા આપી છે. પણ તે લોકની પ્રતીતિ માટે છે કે આ વ્રતી છે. અન્યથા અભિરુચિ મુજબ વેશને સ્વીકારે તો પૂજાદિ નિમિત્તમાં વિડંબકાદિ થાય, લોકમાં વતી રૂપે પ્રતીતિ ન થાય.
તો પછી વિવિધ ઉપકરણનો વિકલ્પ શા માટે? વર્નાકય આદિ સંયમ યાત્રા નિર્વાહ અર્થે છે, તેના વિના વરસાદમાં સંયમમાં બાધા થાય છે. ક્યારેક ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં ગ્રહણ કરે છે - જેમ કે, “હું વ્રતી છું” એ હેતુથી પણ લોકમાં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે. તે માટે પાર્ગ અને વર્તમાનની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું સ્વરૂપ કહે છે - મોક્ષના સભુત તે તાત્ત્વિકપણાથી સાધનો છે. તે કયા છે? જ્ઞાન - યથાવત્ બોધ, દર્શન • તત્ત્વચિ, ચારિત્ર - સર્વ સાવધવિરાતિ. તે લિંગ - વેશની સબૂત સાધનતાનો વિચ્છેદ કર્યો. જ્ઞાનાદિ જ મુક્તિના સાધન છે, વેશ નહીં. સંભળાય છે કે ભરતાદિને વેશ વિના પણ કેવળજ્ઞાન થયેલું. જો કે વ્યવહારનયમાં તો લિંગને પણ કથંચિત મુક્તિનો હેતુ કહેલ છે. - *--
સૂગ - ૮૮૦ -
ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ કયો. મને બીજે પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org