________________
૨૩/૮૫૫ થી ૮૫૯
આચાર ધર્મ. અમારી કે બીજાની? અર્થાત્ અમારો અને આમનો, બંનેનો ધર્મ સર્વજ્ઞ પ્રણિત છે. તો તેની સાધનામાં આ ભેદ કેમ છે? અમે તે જાણવાને ઇચ્છીએ છી. તે જ વિચારણાને વ્યક્ત કરતાં કહે છે - તીર્થંકર પાર્શ્વ એ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે. પ્રાણાતિ પાતાદિ વિરમણ રૂપ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાન સ્વામીએ કહેલ છે. મહામુનિ શબ્દથી ધર્મવિષયક સંશય વ્યક્ત કર્યો. હવે આયાર ધર્મ પ્રણિધિ વિષયમાં તે જ કહે છે - અચેલક - અવિધમાન કે કુત્સિત વસ્ત્રવાળો ધર્મ વર્ધમાન સ્વામીએ કહ્યો. સાર - વર્ધમાન સ્વામીના શાસનના સાધુની અપેક્ષાથી મહાધન મૂલ્યતાથી પ્રધાન વસ્ત્રો જેમાં છે તે ધર્મ પાર્શ્વનાથે ઉપદેશ્યો. એક જ મુક્તિરૂપ કાર્યને માટે બંનેના ઉપદેશમાં ફરે કેમ છે? તેવા સંશયમાં કહ્યું કે કારણભેદથી કાર્યભેદ સંભવે છે.
આવો શિષ્યના ચિત્તમાં ઉત્પન્ન ભેદ કેશી-ગૌતમે જાણ્યો, પછી શું?
• સૂત્ર • ૮૬૦ થી ૮૬૩
(૮૬૦) કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોના પ્રતિતર્વિતને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો. (૮૬૧) કેશી શ્રમવના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે હિંદુક વનમાં આવ્યા. (૮૬૨) ગૌતમને આવના જોઈને દેશી કુમાર શ્રમણે તેમની સમ્યક્ પ્રકારે પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી. (૯૬૩) ગૌતમને બેસવાને માટે શીઘ્ર તેમણે પ્રાસુક પયાલ અને પાંચમું કુશ-વૃક્ષ સમર્પિત કર્યું.
• વિવેચન - ૮૬૦ થી ૮૬૩
-
-
શ્રાવસ્તીમાં પ્રકર્ષથી વિકલ્પિત મળવાનો અભિપ્રાય ધારણ કર્યો. કોણે? કેશી અને ગૌતમે પ્રતિરૂપ - યથોચિત પ્રતિપત્તિ - વિનયને જાણે છે માટે પ્રતિરૂપજ્ઞ. જ્યેષ્ઠ - પાર્શ્વનાથ સંતતિરૂપે પહેલાં થયેલાં. સામે અભ્યાગત કર્તવ્યરૂપ સમ્યક્ વિનય કેશી સ્વામીએ પણ દાખવ્યો. તેમણે શું પ્રતિપત્તિ કરી. પ્રાસુક - નિર્જીવ, સાધુ યોગ્ય કુરા તૃણ પાંચમું - પલાલના ભેદની અપેક્ષાથી એવા આસનને ગૌતમના બેસવાને માટે સમર્પિત કર્યું.
તે બંને ત્યા બેઠા-બેઠા કેવા લાગતા હતા? તે કહે છે -
• સૂત્ર - ૮૬૪ -
કેશી કુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ, બંને બેઠેલા એવા ચંદ્ર અને સૂર્યની માફક સુશોભિત લાગતા હતા.
• વિવેચન - ૮૬૪
ચંદ્ર અને સૂર્ય સમાન પ્રભાવાળા. તે વખતે શું થયું?
Jain Education International
* સૂત્ર - ૮૬૫, ૮૬૬ •
કુતૂહલની દૃષ્ટિથી ત્યાં બીજા સંપ્રદાયના ઘણાં પાપંડી આવ્યા અનેક હજાર ગૃહસ્થો પણ આવ્યા... દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર
For Private & Personal Use Only
www.jainelibrary.org