________________
3 0
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અને સાદે ભૂતોનો પણ ત્યાં એક પ્રકારે સમાપ્ત થઈ ગયો હતો.
• વિવેચન - ૮૬૫, ૮૬૬ -
ત્યાં પાખંડ - બાકીના વ્રતવાળા ભેગા થયા. કેમ? કુતૂહલને કારણે હજારો ગૃહસ્થો આવ્યા. દેવ - જ્યોતિક અને વૈમાનિક, દાનવ - ભવનપતિ, ગંધર્વ ચક્ષાદિ તે વ્યંતર વિશેષો ત્યાં આવ્યા. અદેય - ભૂતોનું ફેલિકિલ વ્યંતર વિશેષણ છે.
ત્યાર પછી તે બંને કહે છે - • સૂત્ર - ૮૬૭, ૮૬૮ -
કેશીએ ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે મહાભાગ ! હું તમને કંઈક પૂછવા ઇચ્છું છું. કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું - હે ગુસ્સા જેવી ઇચ્છા હોય તે પૂછો. પછી અનુજ્ઞા પામીને કેશીએ ગૌતમને આમ કહ્યું -
• વિવેચન - ૮૬૭, ૮૬૮ -
હે મહાભાગા, અતિશય, અચિંત્ય શક્તિા હું તમને પૂછું? કેશીએ આમ જણાવતા, ગૌતમે કહ્યું - ઇચ્છાને અતિક્રખ્ય વિના જે પૂછવું હોય તે પૂછો. ગૌતમે એ પ્રમાણે અનુમતિ આપી. આણે જે ગૌતમને પૂછ્યું તેને નિયુક્તિકાર ત્રાસ ગાથા વડે જણાવે છે -
- નિયુક્તિ - ૪૫૬ થી ૪૫૮ + વિવેચન -
આ દ્વાર ગાથા છે, તેમાં પહેલાં “શિક્ષાવત' - અભ્યાસ પ્રધાન વ્રત, પ્રતિદિન યતિ વડે અભ્યસ્ત કરાતા શિક્ષાવ્રત કે શિક્ષાપદો - પ્રાણિવઘ વિરમણાદિ, લિંગ - ચિલ, શત્રુનો પરાજય, પાશાબંધન-તંતુ ઉદ્ધરણબંધન, અગ્નિ નિવપિન, દુષ્ટનો નિગ્રહ, પપરિજ્ઞા, મહાશોક નિવારણ, સંસાર પાગમન, અંધકાર વિધાપન, સ્થાન, ઉપસંપદા આ બાર હારો છે. તેનું સૂત્ર કહે છે -
• સૂત્ર ૮૬૯, -
આ ચતુસામિ ધર્મ છે. તે મહામુનિ પાર્શ્વનાથે કહેલ છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાને કહેલ છે. હે મેઘાવી એક જ ઉદેશ માટે પ્રવૃત્ત થયા હોવા છતાં આ ભેદનું શું કારણ છે? આ બે પ્રકારના ધર્મોમાં તમને સંદેહ કેમ થતો નથી?
• વિવેચન - ૮૬૬, ૮૭૦ -
ચતુર્યામ • હિંસા, અમૃત, અસ્તેય, પરિગ્રહથી અટકવા રૂપ ચાર ભેદો પંચ શિક્ષિત - મૈથુન વિરમણ રૂપ પાંચમાં વ્રત સહિત. સાધુધર્મ બે પ્રકારે છે. હે વિશિષ્ટ અવધારણ શક્તિવાળા! કંઈ અવિશ્વાસ તમને નથી? સર્વજ્ઞત્વ તુલ્ય હોવા છતાં આ મતભેદ કેમ છે? એમ કેશી કહેતા -
• સૂત્ર - ૮૧ થી ૮૭૩ -
દેશી આમ કહેતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે. એવા ધર્મતત્તની સમીક્ષા પ્રજ્ઞા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org