________________
૨૦/૧૪ થી ૨૦
૨૦૭
યાત્રા - ક્રિીડાર્થે અશ્વ વાહનિકાદિ રૂપ, નિયતિ - નગરાદિથી નીકળ્યો. મંડિકુક્ષિ નામક ચેત્ય - ઉધાનમાં, સાધુબધાં જ શિષ્ટ કહેવાય છે, તેનો વ્યવચ્છેદ કરીને સંયત' એમ કહ્યું. તે પણ બાહ્ય સંયમવાનું કે નિદ્વવાદિ પણ હોય. સુસમાહિતતાથી મનના સમાધાનવાળા સુખોચિત કે શુભોચિત છો.
અતિશય પ્રધાન અનન્ય સદેશ રૂપ વિષય વિસ્મય, અહો! ઇત્યાદિ વડે વિસ્મય સ્વરૂપ કહ્યું. અહીં અહો! આશ્ચર્યમાં છે. વર્ણ - સુનિધ્ધ ગોરતા આદિ. રૂપ - આકાર, સૌમ્યતા - ચંદ્રની જેમ જોનારને આનંદદાયી. અસંગતતા • નિસ્પૃહતા. પાશવંદના પછી પ્રદક્ષિણાનામક પૂજ્યોને જોતાં જ પ્રણામ કરે છે.
પછી પ્રશ્ન કરે છે - તરુણ ઇત્યાદિથી પ્રખ્ત સ્વરૂપ કહેલ છે. અહીં જે કારણે તરુણ છે, તેથી જ પ્રવજિતને ભોગકાળ કહે છે. અથવા તારુણ્યમાં પણ રોગાદિ પીડામાં ભોગકાળ ન થાય, તેથી આ પ્રમાણે કહ્યું તે પણ કદાચિત સંયમમાં અનુuત જ હોય. તેથી કહ્યું- શ્રામસ્થમાં કૃત ઉધમ છો. જે નિમિત્તે આપ આવી અવસ્થામાં પણ પ્રવજિત થયા છો. તે હું સાંભળવા ઇચ્છું છું. પછી પણ તમે જ કહેશો, તે પણ હું સાંભળીશ,
ત્યારે મુનિ બોલ્યા - • સૂત્ર - ૨૧ -
મહારાજા હું અનાથ છું. મારો કોઈ નાથ નથી. મારી ઉપર અનુકંપા રાખનાર કોઈ સુહૃદ • મિત્ર હું પામી રહ્યો નથી.
• વિવેચન ૩૧ -
હે મહારાજા હું અનાથ - અસ્વામિક છું. એમ કેમ? કેમકે કાથ - યોગક્ષેમના વિધાતા મારે વિધમાન નથી. અમુકંપક - જે મારી અનુકંપા કરે. મારો કોઈ મિત્ર નથી. તું અનંતરોક્ત અર્થ જાણતો નથી. કોઈ અનુકંપક કે મિત્ર પણ મારી સાથે આવતો નથી, કે હું તે કોઈનો સંગત નથી. એ કારણે તારૂણ્ય હોવા છતાં પ્રવજિત થયો. *o - એ પ્રમાણે મનિ વડે કહેવાતા -
• સૂત્ર - ૨૨, ૨૩ -
(૨૨) તે સાંભળીને મગધાધિપ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને બોલ્યો, એ પ્રમાણે તમારા જેવા રદ્ધિમાનને ફોd નાથ ફેમ નથી? (૭૨૩) હે ભદતાં હું તમારો નાથ થઈશ. હે સંયતા મિત્ર અને જ્ઞાતિજનો સાથે ભોગો ભોગવો. આ મનુષ્ય જીવન ઘણું દુર્લભ છે.
• વિવેચન ૩૨૨, ૩ર૩ -
બને સૂત્રોના અર્થો કહ્યા વિશેષ એ કે - દેખાવમાં તો વિસ્મયનીય વર્ણાદિ સંપત્તિવાળા લાગો છો, કયા પ્રકારે નાથ વિધમાન નથી. આપની આકૃતિ જોતાં તો કઈ રીતે આપને અનાથત્વ સંભવે? જો અનાથત્વ જ તમારે પ્રવાનો હેતુ હોય તો હે પૂજ્ય! હું તમારો નાથ થઉં, મારા નાથપણામાં મિત્ર, જ્ઞાતિજનો સાથે ભોગ ભોગવવા તમને સુલભ થશે. ત્યારે મુનિ બોલ્યા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org