SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર અધ્યયન - ૨૦ “મહાનિર્ચન્થીય છે ૦ ઓગણીસમું અધ્યયન કહ્યું, હવે વીસમું આરંભે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં નિપ્રતિકમતા કહી. આ અનાથત્વ પરિભાવનાથી જ પાળવી શક્ય છે, તેથી મહાનિન્જના હિતને કહેવાને નાથતા જ અનેક પ્રકારે આના વડે કહે છે. એ સંબંધે આવેલ આ અધ્યયન છે, - ૪ - તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં મહાનિર્ગળીય" છે. સુલ્લકનો વિપક્ષ તે “મહાનુ' છે. તેથી ક્ષુલ્લક અને નિગ્રન્થનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ • ૪૨૩ થી ૪૨૫ • નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્થાન, પ્રતિ અને ભાવ આ ક્ષુલ્લકના નિક્ષેપો છે, પ્રતિપક્ષે મહતું જાણવું. નિગ્રન્થનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપો બે ભેદે છે. ઉત્યાદિ પૂર્વવત દ્રવ્ય ભુલકાદિ ક્ષુલ્લક નિર્ચન્થીય અધ્યયન છે, જે પ્રતિપક્ષે મહાનિર્ગુન્શીય કહ્યું, તેથી તેની વ્યાખ્યા ફરી વિસ્તારતા નથી. વાસ્થમાણ દ્વારો વડે ભાવ નિન્જ કહીશું તે દ્વારા આ છે - • નિયુક્તિ - ૨૬ થી ૨૮ + વિવેચન - (અહીં ૩૭દ્વારો છે, તેના નામો અને સંક્ષેપાર્થ વ્રત્યાનુસાર કહીએ છીએ.) (૧) પ્રજ્ઞાપના • સ્વરૂપ નિરૂપણ, તે ક્ષુલ્લક નિર્ગુન્શીયથી જાણવું. (૨) વેદ - સ્ત્રી, પુરુષ, નપુંસક. તેમાં પુલાક પુરુષ તે નપુંસક વેદે હોય, સ્ત્રી વેદે નહીં. બકુશ. ત્રણે વેદે હોય. પ્રતિસેવના કુશીલ પણ ત્રણે વેદે હોય. કષાય કુશીલ - સવેદી કે અવેદી હોય, વેદમાં ઉપશાંત કે ક્ષીણ બંને વેદ હોય. નિન્ય અવેદ જ હોય, એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. પણ તે ઉપશાંત વેદે ન હોય. (૩) રાગ - પુલાક બકુશ, કુશીલ સરગી જ હોય. નિર્ચન્થ વીતરાગ હોય, તે ઉપશાંત કે ક્ષીણ કષાય વીતરાગ હોય. સ્નાતક ક્ષીણ કષાય વીતરાગ જ હોય. (૪) કલ્ય - સ્વિતાશ્ચિતકલ્પ કે જિનકલ્યાદિ, પુલાકાદિ બંને કલામાં હોય, પુલાક સ્થવિર ફેજિનકલ્પમાં હોય, પણ ભાતીતી ન હોય. - x બીજી કહે છે, તે સ્થવિરકયે જ હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલ બંને કલ્પમાં હોય પણ કલ્પાતીત ન હોય. કષાયકુશીલ ત્રણેમાં હોય, બાકીના બે કWાતીત જ હોય. (૫) ચાસ્ત્રિ - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ એ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીયમાં હોય. કષાયકુશીલ આ બંને સાથે પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં હોય. નિગ્રન્થ અને નાતક થયાખ્યાતમાં જ હોય. (૬) પ્રતિસેવના - પુલાક પ્રતિસેવક હોય, બકુશ તેમજ હોય. પ્રતિસેવના કુશીલ પુલાકવતું મૂળગુણ - ઉતરગુણ વિરાધનાથી પ્રતિસેવક જ હોય. કષાય કુશીલ, નિર્ગળ્યું અને સ્નાતક અપ્રતિસેવક જ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy